Tuesday, October 14, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં રમઝટ નવરાત્રીનો નારી શક્તિઓ ના હાથે દીપ પ્રાગટ્ય કરી થશે પ્રારંભ:જાણો કોણ કરાવશે ગરબી નો પ્રારંભ

પોરબંદરમાં ” રમઝટ ‘ નવરાત્રીનો નારી શક્તિઓ ના હાથે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવશે.

સામાન્ય રીતે મોટા આયોજનોના ઉદઘાટન પ્રસંગોમાં રાજકીય આગેવાનો તથા સંતો – મહંતો અથવા તો મોટા ઉદ્યોગપતિઓ કે, દાતાઓના હાથે જ દિપ પ્રાગ્ટય થતુ હોય છે. પરંતુ પોરબંદરની આગવી ઓળખ સમાન લીઓ પાયોનીયર સંસ્થા આયોજીત ” રમઝટ ” રાતોત્સવ ના આયોજનમાં આ વર્ષે “નારી શકિત એજ સાચી ભકિત ” નાં સુત્રને સાર્થક કરવા આ વર્ષે નવરાત્રિનાં શુભઆરંભ પ્રસંગે તમામ પોરબંદરની જાણીતી ” નારી શકિતઓ ” દ્રારા જ દિપ પ્રાગ્ટય કરી નવરાત્રીની શરૂઆત કરવામાં આવશે.

જેમાં હીરાબેન અર્જુનભાઈ મોઢવાડીયા, જયોતીબેન બાબુભાઈ બોખીરીયા, ડી.વાય.એસ.પી.રૂતુબેન રાબા, પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, સાગરપુત્ર સમનવય સંસ્થાના પ્રમુખ લીલાબેન મોતીવરસ, કસ્તુરબા મહીલા ફાઉન્ડેશન ના પ્રમુખ નીતાબેન વોરા, ઉદય કારાવદરા એનીમલ ટ્રસ્ટ ના પ્રમુખ નેહલબેન કારાવદરા, શ્રીનાથજી હવેલીના મુખ્યાજી ના ધર્મપત્નિ દિશાબેન પ્રકાશભાઈ ઠાકર તથા સંસ્થાના પુર્વ આયોજક અને તાજેતરમાં જ જેનુ અવશાન થયુ છે તેવા અશ્વિનભાઈ મોરઝરીયા ના ધર્મપત્નિ રક્ષાબેન મોરઝરીયા ના વરદ હસ્તે “રમઝટ” નું આયોજનનું દિપપ્રાગ્ટય કરવામાં આવશે.

અને તે રીતે તા.૨૨/૦૯/૨૦૨૫ નાં પ્રથમ નોરતે’ નારી શકિત ‘ ના પ્રણેતાઓ ના હાથે આ વર્ષે નવતર રીતે નવરાત્રીનું પ્રારંભ કરાવવાના હોય ત્યારે પોરબંદરના વાસીઓ આ નવી પહેલને આવકારી રહ્યા છે. અને આ આયોજનમાં તમામ દિવસોમાં “મહીલાઓને ફ્રી એન્ટ્રી હોય ” ત્યારે મહીલાઓના હાથે જ નવરાત્રીનું શુભાઆરંભ કરવામાં આવતુ હોય ત્યારે આ અનેરા અવસરે પોરબંદરવાસીઓને પણ આ આયોજનમાં સાથ સહકાર આપવા મુખ્ય આયોજકો પ્રવિણભાઈ ખોરાવા, એડવોકેટ ભરતભાઈ લાખાણી, ચીરાગ કારીયા એ સૌ નગરજનોને અંતરથી અપીલ કરેલ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે