પોરબંદર માં ૬ વર્ષીય બાળકી પર દુષ્કર્મ ની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોરબંદર માં રહેતી ૬ વર્ષીય બાળકી ના વાલી એ કમલાબાગ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત તા ૫ ના રોજ સાંજે ૭-૩૦ વાગ્યા આસપાસ તેની બાળકી કુદરતી હાજતે ઘર પાસે ગઈ હતી. ત્યારે નવી ખડપીઠ વિસ્તાર માં દેવીપુજક વાસ માં રહેતા બાદલ ઉમેશ સોલંકી નામના શખ્સે તેનું અપહરણ કરી પોતાના ઘરે લઇ ગયો હતો.
અને ત્યાં કપડા ઉતારી દુષ્કર્મ આચર્યું હતું આથી બાળકી ગભરાઈ જતા રડતા રડતા માતા ને જાણ કરી હતી ત્યાર બાદ આસપાસ ના લોકો પણ એકત્ર થયા હતા અને કમલાબાગ પોલીસ મથકે દોડી ગયા હતા.પોલીસે ગુન્હો નોંધી બાદલ ની ધરપકડ ની તજવીજ હાથ ધરી છે આરોપી બાદલ ભંગાર નો ધંધો કરતો હોવાનું અને તેને સંતાન માં બે બાળકો હોવાનું જાણવા મળે છે બનાવ ના પગલે સમગ્ર વિસ્તાર માં ચકચાર મચી છે.