Tuesday, September 16, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લાના ખેડુતો માટે મગફળી અને કપાસ ના ઊભા પાકમાં સંકલિત જીવાતવ્યવસ્થાપન અંગે અગત્યનુ સુચન

મગફળીના ઊભા પાકમાં સંકલિત જીવાતવ્યવસ્થાપન અંગે લેવાના પગલાં


પોરબંદર જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા મગફળીના ઊભા પાકમાં સંકલિત જીવાતવ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. જે પ્રમાણે મોલો મશી જીવાતના ઉપદ્રવનો પ્રાથમિક અંદાજો મેળવવા તેમજ નિયંત્રણ માટે ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ (સ્ટીકી ટ્રેપ) લગાવવા જોઈએ.

મોલોને ખાઇ જનારા દાળિયાની વસ્તી જો ખેતરમાં વધુ જણાય તો જંતુનાશક દવા છાંટવાનું મુલત્વી રાખવું. લીલી ઇયળ (હેલિઓથીસ) તથા પાન ખાનાર ઈયળના (સ્પોડોપ્ટેરા) નિયંત્રણ માટે હેકટર દીઠ ૫-૬ ફેરોમોન ટ્રે૫ ગોઠવી તેમા ૫કડાતા નર ફુદાંનો નાશ કરવો. સફેદ ઘૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પિંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગા કરી નાશ કરવો તેમજ ચૂસિયા જીવાતો તેમજ લીલી ઈયળ તથા પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ(૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦-૪૦ મીલી અથવા લીમડા આધારીત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ.

લીલી ઈયળ તથા પાન ખાનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ( એન.પી.વી.) ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ. મુંડાના અસરકારક નિયંત્રણ માટે ઉગાવાના ૩૦ દિવસ બાદ બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ડ્રેન્ચિંગ દ્રારા ૫.૦ કિ.ગ્રા./હેકટર પ્રમાણે જમીનમાં આપવું અને પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે.

આ માહિતી માટે મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધીકારી પોરબંદરની એક યાદીમાં જણાવાયુ છે.


પોરબંદર જિલ્લાના ખેડુતો માટે કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટ/ નવો સૂકારોના નિયંત્રણ માટે લેવાના પગલાં


પોરબંદર જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા જિલ્લાના ખેડુતો માટે કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટ/ નવો સૂકારોના નિયંત્રણ માટે લેવાના પગલાં જાહેર કરવામાં આવ્યા છે. કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટ/ નવો સૂકારોના નિયંત્રણ માટે જમીનમાં સેંદ્રીય ખાતરો પુરતા પ્રમાણમાં આપવા. જમીનમાં નિતાર શક્તિ વધારવી, હલકી જમીનમાં જ્યારે જીંડવાની સંખ્યા વધુ પ્રમાણમાં હોય ત્યારે ટુંકા ગાળે પિયત કરતા રહેવુ જોઈએ.

પિયત આપ્યા બાદ કે વધુ વરસાદ બાદ ધીમો સુકારો જોવા મળે તો વરાપ પ્રમાણે આંતરખેડ કરવી જેથી મુળ વિસ્તારમાં હવાની અવર જવર થઈ શકે અને અસર પામેલ છોડની ફરતે૧% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૨% યુરીયાનુંદ્રાવણ રેડવાથી તાત્કાલિક સુધારો જોવા મળે છે. આ સુકારાના નિયંત્રણ માટે આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતનાં ૧૨ કલાકમાં જ કરવી. જેથી છોડ ફરીથી જીવિત થઇ શકે છે.

આ માહિતી માટે મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સીટીનો સંદર્ભ લેવામાં આવ્યો છે અને આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા અંગે જિલ્લા ખેતીવાડી અધીકારી પોરબંદરની એક યાદીમાં જણાવાયુ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે