Tuesday, September 16, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં વિદ્યાર્થીઓના શિસ્ત વિષયક ઉભા થતા પ્રશ્નો અંગે ઓનલાઇન બ્રેઇન સ્ટોર્મિંગ વેબિનાર યોજાયો

પોરબંદર માં વિદ્યાર્થીઓના શિસ્ત વિષયક ઉભા થતા પ્રશ્નો અને તેનું હકારાત્મક નિવારણ વિષય પર જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઓનલાઇન બ્રેઇન સ્ટોર્મિંગ વેબિનાર યોજાયો હતો.

વર્તમાન સમયમાં વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓની વર્તણૂક અને શિસ્ત બાબતે ઉપસ્થિત થતા પ્રશ્નો અંગે હકારાત્મક નિવારણ થઈ શકે તેમ જ તાજેતરમાં પ્રિન્ટ અને ટેલિવિઝન અને સોશિયલ મીડિયાના માધ્યમથી શાળાઓમાં વિદ્યાર્થીઓના હિંસાત્મક વર્તન અંગેના પ્રશ્નો અને સમસ્યાઓ વિશે સાંભળીએ છીએ. આ બાબતે પ્રોએકટીવ રહી પોરબંદર જિલ્લાની શાળાઓના આચાર્યશ્રીઓ સાથે વિદ્યાર્થીઓની શિસ્તના પ્રશ્નોની ચર્ચા, તેમજ યોગ્ય નિવારણ થઈ શકે તેમજ શિસ્ત અંગેના પ્રશ્નો ભવિષ્યમાં ન ઉદભવે તે અંગે બ્રેઈન સ્ટોર્મિંગ સેમિનારનું આયોજન તા. 23 ઓગસ્ટ શનિવારના રોજ માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી રાખવામાં આવેલ હતું. આ વેબિનાર જિલ્લા શિક્ષણાધિકારી વિનોદ પરમારના અધ્યક્ષપદે યોજાયેલ હતો.

પ્રારંભમાં જિલ્લા શિક્ષણ અધિકારી એ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં બનતી ઘટનાઓને ધ્યાને લેતા વિદ્યાર્થીઓમાં પોઝિટિવિટી વધે અને શાંતિ પ્રિયતા વધે તે માટે સમગ્ર સમાજની સાથે રહી આચાર્ય અને શિક્ષક મિત્રોએ સ્વ શિસ્તનો વિકાસ કરી અને વિદ્યાર્થીઓમાં ક્રિએટિવિટી વધે તેમ જ તેમની શક્તિઓનો સદઉપયોગ થાય એવું વાતાવરણ સર્જવું જરૂરી છે.

ત્યારબાદ શ્રી એમ એમ વી હાઇસ્કુલ, મોકરના આચાર્ય મનોવૈજ્ઞાનિક ડૉ જીગ્નેશભાઈ પ્રશ્નાણી દ્વારા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ થી સમગ્ર વિષયની રજૂઆત કરવામાં આવેલી હતી. તેમણે કહ્યું હતું કે દરેક વર્તનની પાછળ મનો શારીરિક સ્થિતિ જવાબદાર હોય છે અને જેને સુધારવા માટે અન્નથી લઈ અને મન સુધી પરિવર્તન લાવવું પડે અને શિક્ષક, આચાર્ય અને વાલી મિત્રોએ આદર્શ રોલ મોડલિંગ પૂરું પાડવું પડે. આ ઉપરાંત જરૂરી ટીપ્સ પણ આપેલી હતી.

ત્યારબાદ શ્રી નવયુગ વિદ્યાલય ના આચાર્ય તુષાર પુરોહિતે પોતાના અનુભવનું વર્ણન કરતા વર્ગમાં, મેદાનમાં, રિસેસમાં અને શાળા છૂટતી વખતે શાળાકીય શિસ્ત માટે કઈ રીતે આદર્શ વ્યુહ રચના બનાવી શકાય તેની પોતાના અનુભવવાથી ટિપ્સ આપી હતી. આ ઉપરાંત એમ ઇ એમ હાઈ સ્કૂલ પોરબંદર ના આચાર્ય પ્રવીણભાઈ બોખીરીયા તેમજ શ્રી બાલા હનુમાન હાઇસ્કુલ ના આચાર્ય સામતભાઈ બાપોદરા, બળેજ હાઇસ્કૂલના આચાર્ય ભરતભાઈ જાડેજા, ખાગેશ્રી હાઈસ્કૂલના આચાર્ય પુંજાભાઈ ઓડેદરા , ચમ સ્કૂલના આચાર્ય સુનયનાબેન વગેરે પોતાના અનુભવો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમનું સફળ સંચાલન રાણાવાવ સરકારી હાઈસ્કૂલના આચાર્ય અને એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર સંદીપભાઈ સોની દ્વારા કરવામાં આવેલું હતું. સોનીએ પણ પ્રારંભમાં જણાવ્યું હતું કે ડેનિયલ ગોલમેનના ઈમોશનલ કોસન્ટ, ઈ. ક્યુ ના વિકાસ દ્વારા વિદ્યાર્થીઓમાં લાગણીનો આંક વિકસે તે માટે પણ સહિયારા પ્રયત્ન થવા જોઈએ. શાળામાં શિસ્ત માટે તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ ને પ્રેરિત કરવા અને વાલીઓ સાથે વિદ્યાર્થીના વર્તન અંગે સંપર્ક માં રહેવાનું જણાવેલ. આ ઉપરાંત પોતાના અનુભવો દ્વારા પણ તેમણે આ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં જરૂરી કોર્ડિનેશન એ. ઇ. આઈ. જતીનભાઈ રાવલ દ્વારા કરવામાં આવેલું. અને કાર્યક્રમના અંતે એ. ઇ. આઈ. મહેશભાઈ કોડીયાતર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સરકારી, ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ હાઈસ્કૂલોના અનેક શિક્ષકો અને આચાર્યશ્રીઓ જોડાયા હતા અને કાર્યક્રમનો હેતુ સફળ રહ્યો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે