પોરબંદર માં યુવાને ફેસબુક પર બુલેટ વેચવા ની જાહેરાત મુક્યા બાદ બુલેટ જોવા આવેલ શખ્સ આંટો મારવા ગયા બાદ પરત ન ફરતા છેતરપીંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પેરોલ ફર્લો સ્કવોડે રાજકોટ ના બે શખ્સો ને મુદામાલ સાથે ઝડપી લીધા છે.
પોરબંદરના નવા કુંભારવાડા શેરી નં. ૧૪માં રહેતા અને જલીયાણ મસાલા ફલોરમીલ નામની દુકાન ચલાવતા ચિરાગ નરોત્તમદાસ રૂપારેલીયા નામના ૩૬ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેને પોતાનું બુલેટ બાઇક વહેંચવુ હતુ આથી તેથી ચિરાગના મોટાભાઈ સંજયે ફેસબુકમાં તેની જાહેરાત મૂકી હતી.તા. ૧૩-૮ના એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને ચિરાગને એવુ કહ્યુ હતુ કે ‘મેં ફેસબુકમાં તમારું બુલેટ જોયુ છે, મારે લેવુ છે તો હું આવુ છું’ બાદમાં તે વ્યક્તિ ચિરાગના ઘરે આવ્યો હતો અને બાઇક જોયા બાદ કહ્યુ હતુ કે તેને બુલેટ ગમે છે આથી ફરિયાદીએ તેને ૨ લાખ ૨૫ હજાર કિંમત કહી હતી. જેથી તેણે પોતાના ફોનમાંથી એક લાખ રૂપિયાના ટ્રાન્ઝેકશનના બે સ્ક્રીનશોટ ચિરાગને બતાવ્યા હતા.
ચિરાગે એવુ કહ્યુ કે ‘હું મારી બેન્કમાં રજીસ્ટ્રેશનની એન્ટ્રી ચેક કરી લઉ પછી તમે બુલેટ લઈ જાજો’ જેથી ચિરાગે પાસબુક મંગાવી એ દરમ્યાન એ ઇસમે એવુ કહ્યુ હતુ કે, ‘હું બુલેટનો આંટો મારીને આવુ છું’ આથી ફરીયાદીએ તેને હા પાડી હતી અને એ આંટો મારવા ગયા બાદ પરત નહી ફરતા તેને ફોન કર્યો હતો પરંતુ ફોન પણ લાગ્યો ન હતો. અજાણ્યા ઇસમનું નામ-સરનામુ ફરીયાદીને ખબર નથી. શરીરે પાતળા બાંધાનો રંગે ઘઉંવર્ણો અને બ્લુ કલરની ચેકસવાળો સર્ટ પહેરેલો તેમજ મોઢે માસ્ક પહેરીને આવ્યો હતો. આ પ્રકારના વર્ણનવાળા અજાણ્યા ઇસમે ફરીયાદીનું બે લાખનું બુલેટ બાઇક ખરીદવાની વાત કરીને વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરી ઉઠાવી ગયો છે. જેથી તેની સામે ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો હતો.
પેરોલ ફર્લો સ્કવોડે બે શખ્સો ને ઝડપી લીધા
છેતરપીંડીના આ ગુન્હાની તપાસમાં એ.એસ.આઈ. એસ.આર. સીસોદીયા તથા જે.આર. કટારા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વજશીભાઇ વરૂ હતા. જેઓને મોકર જતા રસ્તેથી બે ઇસમો મળી અવોલ જેઓ પાસે સદર ગુન્હમાં ગયેલ મોટરસાયકલ મળી આવેલ. જેઓની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા બન્ને ઇસમોએ સાથે મળી ફરીયાદીનુ બુલેટ મોટરસાયકલ વેચાતુ રૂા. ૨ લાખમાં લેવાનું છે જે બહાનુ કરી રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા છે તેવી વાત કરી મોટર સાયકલ ફેરવવાના બહાને છેતરપીંડી વિશ્વાસઘાત કરી મોટરસાયકલ લઇ ગયેલ હોય જેથી બન્ને આરોપી પોતે ચિંતન કનુભાઇ વાળા (ઉ.વ. ૨૧ રહે. મોરવાડ ગામ તા.કોડીનાર હાલ કે,કે.વી. હોલ પાસે, શેરી નંબર ૧, માધવ રેસીડન્સી, રાજકોટ)તથા રાજ બટુકભાઇ વાળા (ઉ.વ. ૨૧ રહે. મોરવાડ ગામ તા.કોડીનાર હાલ આકાશવાણી ચોક, રાણી રેસીડન્સીની બાજુમા, રાજકોટ) ) હોવાનું જણાવ્યું હતું પોલીસે બુલેટ કબ્જે કરી બન્ને શખ્સો એ આ રીતે અન્ય કોઈ સાથે પણ છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજા તથા એ.એસ.આઇ. એચ.કે.પરમાર, જે.આર. કટારા, પિયુષભાઈ બોદર તથા હેડ કોન્સ્ટેબલ પિયુષભાઇ સીસોદીયા,
કેશુભાઈ ગોરાણીયા, હરેશભાઈ સીસીદીયા, પ્રકાશભાઈ નકુમ, વજશીભાઈ વરૂ, જેતમલભાઈ મોઢવાડીયા, ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ આકાશભાઈ શાહ તથા ટેકનીકલ ટીમ પોરબંદર દ્વારા કરવામાં આવેલ છે.