રાણાવાવ પોલીસે બે કારમાંથી ૧ લાખ ની કીમત નો ૫૭૦ લીટર દેશી દારૂ સહિત ૨ લાખ ૬૪ હજારનો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સો ની ધરપકડ કરી છે.
રાણાવાવ પોલીસ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન બાતમી ના આધારે કાઢીયાનેશ પાસેથી લાખા લાલાભાઈ મોરી (ઉ.વ. ૨૮ રહે. ઉપલા ગંડીયાવાળા નેશ)ના કબ્જા વાળી મહીન્દ્રા બોલેરો કાર માંથી રૂ ૩૪ હજાર ની કીમત નો ૧૭૦ લીટર દારૂ કબજે કર્યો હતો. અને દારૂ તેમજ કાર મળી કુલ ૧,૩૪,૦૦૦ના મુદામાલ સાથે લાખા ની ધરપકડ કરી હતી.
તેમજ બીલેશ્વર ગામમાંથી ગંડીયાવાળાનેશ તરફ જતા રસ્તે ડેમ પાસેથી મેરુ ઉર્ફે મેરા બાવાભાઈ મોરી (ઉ.વ. ૩૧ રહે. ઉપલા ગંડીયાવાળા નેશ) ના કબ્જા વાળી ઈકો કાર માંથી રૂ ૮૦ હજાર ની કીમત નો ૪૦૦ લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો. અને દારુ તેમજ કાર મળી ૧,૩૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી મેરુ ની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા બંને શખ્શોની પૂછપરછ દરમ્યાન આ દારૂના ગુન્હામાં કુતિયાણાના રામ ઉર્ફે રામલી ચના મોઢવાડીયા અને જામજોધપુરના ડોકામરડીનેશના રાજુ કોડીયાતરની સંડોવણી હોવાનું ખુલતા એ બંને શખ્શો સામે પણ ગુન્હો નોંધી પોલીસ દ્વારા બન્ને ની શોધખોળ હાથ ધરવામાં આવી છે.