પોરબંદર ના જન્માષ્ટમી લોકમેળા માં વાસી અને અખાદ્ય પદાર્થો નું વેચાણ કરનાર સામે થશે કડક કાર્યવાહી થશે જે અંગે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પોરબંદર ખાતે આવેલ ચોપાટી ગ્રાઉન્ડનાં મેદાનમાં જન્માષ્ટમીનાં તહેવાર દર વર્ષે મેળો ભરાય છે, ચાલુ વર્ષે પણ આ મેળો તા.૧૫/૦૮/૨૦૨૫ થી તા.૧૯/૦૮/૨૦૨૫ સુધી દિવસ-૫(પાંચ) માટે યોજાનાર છે. જેમાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહે છે. આ સમય દરમ્યાન લોકોના જાહેર આરોગ્યને નુકશાન ન થાય અને ચેપીરોગોનો ઉપદ્રવ થવા ન પામે તે માટે સાવચેતીના પગલાં લેવા અન્વયેનું પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી.ધાનાણી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ નીકલમ-૪૩ની પેટા કલમ-(૧) અન્વયે મળેલ અધિકારની રૂઈએ તા.૧૫/૦૮/૨૦૨૫ થી તા.૧૯/૦૮/૨૦૨૫ સુધી દિન-૫(પાંચ) બંને દિવસો સહિતની મુદત માટે પોરબંદરે મહાનગરપાલિકા વિસ્તારમાં મેળાના વિસ્તારમાં ગંદકી ક૨વી નહી,પીવાનું પાણી તેમજ બરફ બનાવવા માટે કલોરીનયુક્ત પાણીનો વપરાશ કરવો,અખાધ્ય તેમજ બિનઆરોગ્યપ્રદ, બગડેલ અને વાસી વસ્તુઓનું વેચાણ કરવું નહી,ઠંડાપીણાઓમાં બિનઆરોગ્યપ્રદ કે શરીરને નુકશાન કરે તેવી સામગ્રીનો ઉપયોગ કરવો નહી,
આરોગ્યપ્રદ ખાધ્ય પદાર્થો ખુલ્લા રાખવા નહી કે ખુલ્લા રાખી વેચાણ કરવું નહી,જાહેર આરોગ્ય ખાતાના કર્મચારીઓ અને અધિકારીઓની જનઆરોગ્ય જાળવી રાખવા સબંધી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા
વધુમાં પીવાનું પાણી, પીવા માટે ઉપયોગ યોગ્ય નાં રહે તેવા કોઈ પણ પ્રકારના પીવાના પાણીને દુષિત કરે તેવા કૃત્યો કરવા નહી. તેમજ મેળામાં દુધ તથા દહીનો ઉપયોગ કરી બનાવેલ સ્થાનિક ખાદ્ય બનાવટો માટે ઉપયોગમાં લેવાતા વાસણો સ્વચ્છ હોવા જોઈએ અને સ્થાનિક બનાવટમાં કલોરીનેટેડ સ્વચ્છ પાણીનો જ ઉપયોગ કરવો. અને ચેપી રોગથી પીડાતી વ્યકિતઓને ખાદ્ય પદાર્થની બનાવટ કે વેચાણ પ્રક્રિયામાં સામેલ ન કરવા જણાવ્યું છે.
ઉપરોકત બાબતે દેખરેખ રાખવા યોગ્ય પગલાં લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી-પોરબંદર તથા તેઓ ધ્વારા નિયુકત કરવામાં આવેલ અધિકારીઓ/કર્મચારીઓને-અધિકાર આપવામાં આવે છે.
આ જાહેર નોટીસના વિનિમયોનો ભંગ કરનાર આ અધિનિયમની કલમ-૧૩૯ માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.