વિસાવાડા ગામે મૂળ દ્વારકા મંદિરમાં સેવા-પૂજાના હકક સબંધે માતાએ કરેલ દાવો નામંજૂર થયો છે અને કોર્ટે પુત્રની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
પોરબંદર તાલુકાના વિસાવાડા ગામે અતિપૌરાણિક અને જાત્રાળુઓનું આસ્થાના પ્રતિક સમાનમૂળ દ્વારકા મંદિરમાં સેવાપૂજા કરવા માટે પૂજારીઓના વારસોનો સેવાપૂજાનો હકક રહેલ છે. અને તે મુજબ શંભુગીરી ગોસ્વામીનો પણ દર ૩ વર્ષે ૧૨૦ દિવસોનો સેવાપૂજાનો હકક રહેલ હોય પરંતુ શંભુગીરી ગોસ્વામીના પત્ની શાંતાબેન દ્વારા તેના શિક્ષક પુત્ર રાજેન્દ્રગીરી શંકરગીરીગોસ્વામી કે જેનો પણ વારસ દર ૪૦ દિવસોનો મૂળ દ્વારકા મંદિરમાં સેવાપૂજાનો હકક હોય જે તેની સગી માતા આપવા માંગતા ન હોય તેથી પોરબંદરની કોર્ટમાં ૨૦૧૬માં પુત્ર રાજેન્દ્રગીરી સામે કે જે જુનાગઢમાં શિક્ષક તરીકે નોકરી કરતા હોય તેઓ મંદિરમાં સેવા પૂજા કરવા ન આવે તેવા મતલબનો પોરબંદરની કોર્ટમાં દાવો કર્યો હતો
પરંતુ ખરેખર વાદી શાંતાબેન તથા પ્રતિવાદી રાજેન્દ્રગીરી બંને શંભુગીરીના વારસો હોય અને મંદિરમાં પૂજારી પરિવારનો સેવાપૂજાનો વારસો હોય તે રીતે જેઓ હકક વાદીનો થાય છે તેઓ જ હકક પ્રતિવાદીનો થતો હોય અને તે રીતે સગી માતાએ સગાપુત્ર સામેજે મનાઈ હુકમ માંગતો હોય અને પોતાનો સગો પુત્ર સામે જે મનાઈ હુકમ માગેલો હોય અને પોતાનો સગોપુત્ર પૂજા કરવા ન આવે તેવા મતલબની દાદ માંગેલી હોય પરંતુ પ્રતિવાદીના એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા રેકર્ડ ઉપરનો પુરાવો તથા કાયદાની જોગવાઈ અનુસંધાને વિગતવાર દલીલ કરતા કોર્ટ દ્વારા વાદી શાંતાબેન શંભુગીરી ગોસ્વામીનો દાવો નામંજુર કરેલ છે અને અગાઉ આપેલ મનાઈ હુકમ પણ ઉઠાવી લીધેલ છે.
તે રીતે ભગવાનની સેવાપૂજા કરવામાં પણ પૂજારી વચ્ચે ઝગડો થતો હોવાનું અને તેમાં પણ સગી માતા અને પુત્ર વચ્ચેના કાનૂની વિવાદમાં પુત્રનો વિજય થયેલ છે. આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દીપકભાઈ બી. લાખાણી, ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવઘણ જાડેજા, ભૂમિ વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારધી રોકાયેલા હતા.