કુતિયાણા નજીક કાર હડફેટે આખલો આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર માં રહેલ પોરબંદર ના વેપારી નું મોત થયું છે પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના બોખીરા વિસ્તાર માં આવેલ અયોધ્યા નગરી માં રહેતા અને હોઝીયરી નો હોલસેલ વેપાર કરતા રવિભાઈ રાજારામભાઈ બુશી (ઉ.વ.૫૫)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે અને નાનોભાઈ સુરેશ સાથે રહે છે ગત તા. ૧૮ના રોજ સુરેશભાઈ નાથદ્વારા ખાતે કંપનીની મીટીંગ માં ગયા હતા.
અને ગત રાત્રે દોઢેક વાગ્યે રાજકોટ પરત ફર્યા હતા આજે તા ૨૧ ના રોજ સવારે સાડા પાંચેક વાગ્યે તેઓને કોઈએ ફોન કરી જાણ કરી હતી કે પોરબંદર –રાજકોટ હાઇવે પર કુતિયાણા નજીક કારનો આખલા સાથે અકસ્માત થવાથી સુરેશભાઈ ને ગંભીર ઈજાઓ થતા તેને સરકારી દવાખાને લઇ ગયા છે આથી તે તુરંત ભત્રીજા રાકેશ ને સાથે રાખી કુતિયાણા દોડી ગયા હતા જ્યાં જાણવા મળ્યું હતું કે સુરેશભાઈ રાજકોટથી ઈક્કો કાર માં બેસી પોરબંદર આવતા હતા.
તે દરમ્યાન સવારનાં પાંચેક વાગ્યે કાર કુતિયાણા પાસે હાઇવે પર અચાનક આખલા સાથે ભટકાઈ જતાં ડ્રાઇવર સીટની બાજુની સીટમાં બેઠેલ સુરેશભાઈને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું મોત નીપજ્યું છે આથી તેઓના પીએમ ની કાર્યવાહી બાદ ઇકો કાર ચાલક સામે કાર પુરઝડપે ગફલત ભરી રીતે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી આખલા સાથે ભટકાવી દઈ સુરેશભાઈ નું મોત નીપજાવવા અંગે ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.