પોરબંદરમાં સરકારી ભાવસિંહજી હાઇસ્કૂલ બહાર નોનવેજની લારીઓને શાળા ચાલુ હોય ત્યારે બંધ રાખવાની માંગ સાથે એ.બી.વી.પી. દ્વારા આવેદન પાઠવાયુ હતુ. અને ૫ દિવસ માં યોગ્ય નિર્ણય ન લેવાયો તો આંદોલન ની ચીમકી પણ આપી છે.
શાળા એ માં સરસ્વતી નું ધામ છે,મંદિર જેવા પવિત્ર સ્થળની બહાર નોનવેજનું વેચાણ એ આપણા સર્વે માટે ખૂબ જ શરમજનક વાત છે, ભાવસિંહજી સરકારી શાળાની બહાર ઘણા સમય થી સવારથી લારીઓમાં નોનવેજનું વેચાણ થાય છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જણાવ્યું હતું કે આ રીતે શિક્ષણ સંસ્થાનની બહાર આ પ્રકાર નું વેચાણ ખૂબ જ નિંદનીય અને કોઈ રીતે સ્વીકાર્ય નથી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે આ લારીઓ ની બીજા કોઈ સ્થાન પર વ્યવસ્થા કરવામાં આવે.અથવા તો જે સમય શાળા માં શૈક્ષણિક કાર્ય શરૂ હોઈ ત્યાં સુધી આ લારીઓ બંધ રાખવામાં આવે, શાળા છૂટી જાય એ બાદ એમને લારી ચલાવવાનું કહેવામાં આવે અને સાથે સફાઈમાં પણ કોઈ કચાસ ન રહે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે અને જો આ વિષય પર આગામી પાંચ દિવસમાં વિદ્યાર્થીહિતમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર દ્વારા ઉગ્ર આંઘેલન કરવામાં આવશે.તેવી ચીમકી પણ આપી છે.
