પોરબંદર ખારવા સમાજ દ્વારા સમાજ ના ગૌરવ એવા હિરેનભાઈ કરશનભાઈ ગોહેલ – મર્ચન્ટ શીપ કેપ્ટન સાવનભાઈ પ્રવિણભાઈ ગોહેલ – સબ લેફટનન્ટ ઓફીસર ઈન્ડીયન નેવી નું પંચાયત મંદિર ખાતે સન્માન કરાયું હતું બન્ને યુવાનો એ અથાગ પરિશ્રમ બાદ સફળતા મેળવી છે
બન્ને ની વિગતવાર વાત કરીએ તો હિરેનભાઈ કરશનભાઈ ગોહેલ – સાયન્સ મા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, કેડેટ શીપ ની સખત ટ્રેનીંગ મા પાસ થઈ, હોંગકોંગ ની FLEET MANAGEMENT LIMITED કંપની મા શીપ કેપ્ટન તરીકે સીલેકટ થઈ પોતાના પરિવાર તેમજ સમગ્ર પોરબંદર ખારવા સમાજનુ ગૌરવ વધાર્યુ છે, ભવિષ્યમા હિરેનભાઈ ખુબ પ્રગતિ કરે અને દુનિયામા ખારવા સમાજનુ નામ રોશન કરે એવી સમગ્ર પોરબંદર ખારવા સમાજ તરફથી હાર્દિક શુભેચ્છાઓ સાથે આર્શિવાદ પાઠવવામા આવેલ.
બીજા યુવાન સાવનભાઈ પ્રવિણભાઈ ગોહેલ – મીકેનીકલ એન્જીનીયરીંગ નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, નેવલ એકેડમી મા દોઢ વર્ષની ખુબજ કપરી ટ્રેનીંગ પાસ કરી, ઈન્ડીયન નેવી મા સબ લેફટનન્ટ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. સાવનભાઈ એ પોતાના પરિવાર અને સમગ્ર પોરબંદર ખારવા સમાજનુ ગૌરવ વધાર્યુ છે. મા ભોમ ની રક્ષા નુ કાર્ય એ દુનિયાનુ સૌથી મહાન કાર્ય છે. સમગ્ર પોરબંદર ખારવા સમાજને સાવનભાઈ ઉપર ખુબ જ માન છે. ભવિષ્યમા સાવનભાઈ ભારત દેશની ખુબ સેવા કરે અને ભારત દેશનુ રક્ષણ કરે તથા ભારતદેશ ને દુનિયામા શ્રેષ્ઠ બનાવવામા નિમિત્ત બને એવી સમગ્ર પોરબંદર ખારવા સમાજ તરફથી હાર્દિક શુભેચ્છાઓ સાથે આર્શિવાદ પાઠવવામા આવેલ.
અષાઢીબીજ ના પાવન પર્વ દરમ્યાન ખારવા સમાજ પંચાયત મંદિર મઢી ખાતે પ્રમુખ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, વરિષ્ઠ સલાહકાર સમિતિ ના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ તથા પંચપટેલ/ટ્રસ્ટીઓ દ્વારા મર્ચંન્ટ શીપ કેપ્ટન હિરેનભાઈ ગોહેલ ને હાર-તોરા કરી સન્માનપત્ર આપી તેમનુ સન્માન કરવામા આવેલ. અને હિરેનભાઈ ના માતા-પિતા નુ પણ સન્માન કરવામા આવેલ. આ ગૌરવપ્રદ ક્ષણે હિરેનભાઈ પોતે સખ્ત મહેનત કરી ને ત્યાં સુધી કઈ રીતે પહોંચ્યા તેનુ વર્ણન કરેલ હતુ. ત્યારબાદ સબ લેફટનન્ટ ઓફીસર ઈન્ડીયન નેવી સાવનભાઈ ગોહેલ ને હાર-તોરા કરી સન્માનપત્ર આપી તેમનુ સન્માન કરવામા આવેલ અને સાવનભાઈ ગોહેલ ના માતા-પિતા નુ પણ સન્માન કરવામા આવેલ. આ ગૌરવપ્રદ ક્ષણે સાવનભાઈ પોતે સખ્ત મહેનત કરી ને ત્યાં સુધી કઈ રીતે પહોંચ્યા તેનુ વર્ણન કરેલ હતુ.










