પોરબંદરમાં ચોમાસા દરમ્યાન વાસી ખાદ્ય પદાર્થોને લીધે ફેલાતો રોગચાળો અટકાવવા માટે મનપાના તંત્રએ ચેકીંગ હાથ ધરીને સાત ધંધાર્થીઓને ૩૫૦૦નો દંડ ફટકાર્યો છે.જો કે મહાનગરપાલિકા એ હાલ ની સ્થિતિ અને વાતાવરણ ને ધ્યાને લઇ વધુ ને વધુ ટીમો દ્વારા સતત ચેકિંગ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના લિબર્ટીરોડ, શીતલાચોક, માણેકચોક, નટવરચોક શાકમાર્કેટ આસપાસના વિસ્તારમાં નાસ્તાગૃહ, ભોજનાલય, બેકરીશોપ, રસલારી, સોડાશોપ, ઠંડાપીણા મીઠાઈ, ફરસાણ વગેરેનું વેચાણ કરતા ધંધાર્થીઓની દુકાન અથવા લારીમાં ચેકીંગ કરવામાં આવેલ તેમજ ફૂડ સેફટીના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવેલ છે અને આ ધંધાર્થીઓના ચેકીંગ કરતા ફૂડ સેફટી એકટ અન્વયે જરૂરી લાયસન્સ, રજીસ્ટ્રેશન વિનાના ધંધાર્થીઓને નોટીસ આપવામાં આવેલ. ચેકીંગ દરમ્યાન ફૂડ સેફટીના નિયમોનું પાલન ન થતા હોય તેવા કુલ સાત ધંધાર્થીઓ પાસેથી કુલ રૂા. ૩૫૦૦નો વહીવટીચાર્જ વસુલ કરાયો હતો.
જો કે હાલ માં વરસાદી વાતાવરણ ના કારણે રોગચાળા માં વધારો થયો છે તેમાં પણ અખાદ્ય અને વાસી પદાર્થ ના કારણે બીમારી વધવાની સંભાવના વધુ રહે છે ત્યારે મહાનગરપાલિકા એ આ મામલે વધુ ટીમો બનાવી સતત ચેકિંગ કરવામાં આવે તે જરૂરી બન્યું છે ઉપરાંત વિવિધ વિસ્તાર માં દવા અને ડીડીટી નો છંટકાવ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
