Friday, July 4, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં ચેક રીટર્ન કેસ માં આરોપી ને ૨ વર્ષની સજા અને દસ લાખ નો દંડ

પોરબંદરમાં ચેક રીટર્ન કેસ માં જુનાગઢ ના શખ્સ ને કોર્ટે ૨ વર્ષની સજા અને ૧૦ લાખ નો દંડ ફટકાર્યો છે.

પોરબંદરમાં ફીશનો વેપાર કરતા નાગાણી ફીશ ના માલીક મહમદશીરાજ અબીબ બેરા દ્વારા પોરબંદરની કોર્ટમાં ઈન્તિહાઝ તાલબ ખોખર ની સામે એવા મતલબની ફરીયાદ કરેલી હતી. કે, આરોપી જુનાગઢના રહેવાસી હોય અને પોરબંદરના ઝાવર ગામે ફેકટરી ભાડે રાખીને ” નીસ્બત ” ફીશ મીલ ના નામે ધંધો શરૂ કરેલો હતો. અને તે સંબંધે ફરીયાદી દ્રારા વેપારી શીરસ્તા મુજબ આરોપીને ઉધાર માલ આપેલો હોય અને તે માલની રકમ પણ ૪ માસ સુધી આરોપીએ નિયમીત ચુકવી આપેલી હોય અને તે રીતે વિશ્વાસ અને ભરોસો બેસાડેલો હોય પરંતુ ત્યારબાદ ફરીયાદીએ કુલ રૂા.૫, ૭૯, ૧૨૦/- અંકે રૂપિયા પાંચલાખ ઓગણાએશીહજાર એકસો વીશ પુરા નો ઉધાર માલ આપેલો હતો.

ત્યારબાદ આરોપીએ કોરોના કાળનું બહાનું કાઢી અને ધંધો બંધ કરી જુનાગઢ ચાલ્યા ગયેલા હોય અને અનેક વખત ઉઘરાણી કરવા છતા રકમ ચુકવવા કોઈ દરકાર કરતા ન હોય તેથી ફરીયાદીએ પોરબંદરના જીલ્લા પોલીસ વડા સમક્ષ છેતરપીંડી કરવા અન્વયે ફરીયાદ કરતા પોલીસ દ્રારા આરોપીને પોરબંદર બોલાવેલો હતો. અને આરોપી રકમ ચુકવવાની લેખીત ખાત્રી આપી લખાણ કરી આપી રકમ ચુકવવા માટે રૂા.૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચલાખ પુરાનો ચેક આપેલો હતો અને તે પાસ થઈ જશે તેવી લેખીતમાં ખાત્રી આપેલી હતી.

પરંતુ ચેક પાસ ન થતા ફરીયાદીએ તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની કોર્ટમાં ચેક પાછો ફર્યા અંગેની ફરીયાદ દાખલ કરતા અને તે ફરીયાદ કોર્ટમાં ચાલી જતા અને રેકર્ડ ઉપરના પુરાવાઓ તથા ઉધાર માલના બીલો તથા પોલીસ ફરીયાદ તથા એગ્રીમેન્ટ ઘ્યાને લઈને આરોપીને પોરબંદરની કોર્ટ દ્રારા ર(બે) વર્ષની સાદી કેદની સજા તેમજ રૂા. ૧૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા દશલાખ પુરા નો દંડ તેમજ રૂા. ૧૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા દશલાખ પુરા ન ભરે તો વધુ ૬(છ) માસની સાદી કેદની સજા તથા દંડમાંથી રૂા.૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચલાખ પુરા ફરીયાદીને વળતર તરીકે આપવાનો હુકમ કરેલ છે. અને તે રીતે ચેક આપીને પછી રકમ ન ચુકવી, સમય પસાર કરી અને છેતરપીડી કરનાર વ્યકિતઓને આવા ચુકાદાથી સબક મળી રહે છે. અને સમાજના બીજા લોકો માટે આ ચેતવણીરૂપ ચુકાદો છે.

આ કામમાં ફરીયાદી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારધી, રમેશ ગોઢાણીયા રોકાયેલા હતાં.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે