Monday, June 30, 2025

|| तुम रक्षक काहू को डरना ||

રાણપર ગામે ડીગ્રી વગર ના ડોકટરો દ્વારા દર્દીઓ ના આરોગ્ય સાથે ચેડા થતી હોવાની રજૂઆત

પોરબંદરના ટ્રસ્ટ ની હોસ્પિટલના નામનું બોગસ લેટર પેડ બનાવીને રાણપર ગામે અમુક મહિલાઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહી હોવાની રજૂઆત ગામના અગ્રણી દ્વારા કરાઈ છે.

રાણપર ગામના પૂર્વ ઉપસરપંચ અને અગ્રણી કિશોરભાઈ મોહનભાઈ જોશીએ જિલ્લા આરોગ્ય અધિકારી,પોલીસ વિભાગ વગેરેને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે તેમના ગામ માં ટ્રસ્ટના બેનર હેઠળ કોઈપણ જાતની ડિગ્રી ન હોવા છતાં ત્રણ મહિલાઓ ગામ તથા આજુબાજુના ગામના ગરીબ અને અજ્ઞાન વ્યકિતઓને ઈન્જેકશન લગાવે છે અને બાટલા ચડાવે છે અને તેઓની હેલ્થને નુકશાન થાય તે રીતે મેડીકલ સારવાર કરે છે. ગામના બેનબાઈબેન છગનભાઈ જોષી નામના ૭૨ વર્ષીય વૃદ્ધા ની તબિયત સારી ન હોવાથી તેઓ દવા લેવા ગયા ત્યારે હેલ્થ સેન્ટર તરફથી કોઈપણ જાતની ડિગ્રી વગર ની મહિલાઓએ બાટલા ચડાવવાનો પ્રયત્ન કરતા હાથમાં નસ ન મળતા માજીની તબિયત ખૂબ જ ખરાબ હોવા છતાં તેઓને ઓફીસની બહાર ચાલુ વરસાદે કાઢી મુક્યા હતા અને તેઓ પાસેથી પૈસા લીધા હતા

અને પોરબંદરની આશા ક્રિટીકલ કેર નામની ટ્રસ્ટની હોસ્પિટલના લેટરપેડ ઉપર ખોટું બીલ બનાવી આપ્યું છે.આ અંગે આશા ક્રિટીકલ કેરના ડો. હાર્દિક મહેતાને તેઓએ પૂછતા તેઓ સેવા આપવા આવતા ન હોવાનું જણાવ્યું હતું આમ તેનું લેટરપેડ બિનઅધિકૃત રીતે છપાવી ગ્રામ્ય વિસ્તારના લોકો ના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરે છે.આથી આ બાબતે તાત્કાલીક ધોરણસરની તપાસ કરાવી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે