Friday, June 27, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં કાર માં દારૂ ની ડીલેવરી કરવા આવેલ આદિત્યાણા નો નામચીન બુટલેગર ઝડપાયો

આદિત્યાણા નો કુખ્યાત બુટલેગર હોમ ડીલીવરી કરવા માટે દેશી દારૂ ભરેલી કાર લઇને આવતો હતો ત્યારે પોલીસે તેને લકડીબંદરના ત્રણ રસ્તેથી ઝડપી લઇ દારૂ ના સાત બાચકા અને કાર સહીત પોણા બે લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

પોરબંદર ના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ હોથીભાઇ અરજણભાઈ મોઢવાડીયા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓને બાતમી મળી હતી કે લકડીબંદરના પુલ પાસેથી કારમાં દેશી દારૂની હેરાફેરી થવાની છે આથી તેઓ ટીમ સાથે તુરંત ત્યાં દોડી ગયા હતા અને એક કાર નીકળતા તેને રોકાવીને ચેક કરતા તેમાંથી દેશી દારૂના સાત બાચકા કે જેમાંથી ૨૪,૪૦૦ રૂા.નો ૧૨૨ લીટર દારૂ મળી આવ્યો હતો તેથી પોલીસે દોઢ લાખની કાર અને દારૂ મળી ૧,૭૪,૪૦૦નો મુદામલ કબ્જે કરીને કારચાલકની પૂછપરછ કરતા તે આદિત્યાણાનો બુટલેગર રાજા વેજા ગુરગુટીયા હોવાનું જણાવ્યુ હતુ.આથી પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતા એવુ જણાવ્યુ હતુ કે આ દારૂ તે ખારવાવાડમાં આવેલ ગરબીચોક ખાતે રહેતા હેમેન્દ્ર ઉર્ફે હેમુ રામજી બાંડીયાને આપવા માટે આવતો હતો તેથી પોલીસે હેમેન્દ્ર સામે પણ ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે