Monday, June 23, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના જુબેલી પુલ પર પોલીસે પીછો કરતા દારૂ ભરેલ સ્કુટર સાથે શખ્સ ગાય સાથે અથડાયો

પોરબંદર ના જુબેલી પુલ પર સ્કુટર પર દેશી દારૂ નો જથ્થો લઇ આવતા શખ્સ નો પોલીસે પીછો કરતા તે શખ્સ નું સ્કુટર ગાય સાથે અથડાતા તેને ઈજા થઇ હતી. આથી તે સ્કુટર અને દારૂ સ્થળ પર જ મૂકી નાસી છુટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

પોરબંદર ના કિર્તીમંદિર પોલીસ મથક ના કોન્સ્ટેબલ હોથીભાઈ અરજણભાઈ મોઢવાડીયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ શનિવારે સવાર ના સમયે તેઓ સ્ટાફ સાથે પેટ્રોલિંગ માં હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે દેગામ ગામે રહેતો સાહિલ ખરા નામનો શખ્સ જ્યુબેલીપુલ પરથી સ્કુટર માં દેશી દારૂ ભરેલ બાચકા સાથે નીકળવાનો છે. આથી પોલીસે પુલ પર આવેલ મામાદેવના મંદિર પાસે વોચ ગોઠવતા જયુબેલી ચાર રસ્તા તરફથી સાહિલ સ્કુટર લઇ ને આવતા પોલીસે તેને અટકાવ્યો હતો.

આથી તેણે સ્કુટર બેદરકારી ભરી રીતે માનવ જીંદગી જોખમાય તેમ ભયજનક રીતે ચલાવી નાસી જતા પોલીસે તેનો પીછો કર્યો હતો. તે દરમ્યાન સાહિલનું સ્કુટર ખડપીઠ પાસે ગાય સાથે અથડાઈ જતા તેને ઈજા થઇ હતી. અને તે સ્થળ પર જ સ્કુટર અને દેશી દારૂ નો જથ્થો મૂકી નાસી ગયો હતો. પોલીસે બાચકા ની તલાશી લેતા તેમાંથી રૂ ૧૪ હજાર ની કીમત ની દેશી દારૂ ની ૧૦૦ કોથળી મળી આવી હતી. આથી દારૂ અને રૂ ૪૦ હજાર નું સ્કુટર કબ્જે કરી પોલીસે સાહિલ સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે