પોરબંદર ધરમપુર સ્થિત કોસ્ટગાર્ડ રેસીડેન્સી ક્વાટર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રેરણા અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંયુક્ત ઉપક્રમે યોગ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોસ્ટ ગાર્ડ ફેમિલીના સભ્યો પણ ઉત્સાહભેર જોડાયા હતા.
કોસ્ટ ગાર્ડ ફેમિલી માટે યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગના મહત્વ અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ અને “વન હેલ્થ, વન વર્લ્ડ” થીમ અંતર્ગત મેદસ્વિતા, લોહી દબાણ, નિદ્રાની ઉણપ, માનસિક તણાવ અને દૈનિક જીવનમાં થતી તકલીફો માટે યોગ કેવી રીતે અસરકારક બને તે બાબત પર તબીબી દૃષ્ટિકોણથી સમજૂતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન બાળકો, મહિલાઓ અને જવાનો દ્વારા વિવિધ યોગાસનોના પ્રદર્શન સાથે યોગના લાભો વિશે અનુભવ શેર કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત અધિકારીઓએ યોગને જીવનશૈલીના અભિન્ન અંગ તરીકે અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનિય છે કે, “યોગ માત્ર કસરત નહિ, પણ એક સંપૂર્ણ જીવન પદ્ધતિ છે – તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આરોગ્ય માટે અત્યંત જરૂરી બની ચુક્યો છે.”
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત યોગ બોર્ડ પોરબંદરના કોર્ડિનેટર કેતન કોટિયા સહિતના યોગ ટ્રેનર ટીમનું વિશેષ યોગદાન રહ્યું હતું.
પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ જાગૃતિ કાર્યક્મ યોજાયો
વિશ્વભરમાં યોગને તંદુરસ્ત જીવનશૈલી અને આંતરિક શાંતિ માટેના સશક્ત સાધન તરીકે ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રેરણા અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન જેટી પોરબંદર ખાતે યોગ જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં જહાજ અંકિતના જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધે હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુરુષાર્થથી યોગને સમગ્ર વિશ્વ ફલક પર સન્માનનીય સ્થાન પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે યોગના પ્રચાર- પ્રસાર માટે ગુજરાત યોગબોર્ડના ચેરમેન શિશપાલજીના નેતૃત્વમાં સક્રિયતાથી કાર્યરત છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ દરિયાઈ સીમાના રક્ષક એવા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જહાજોના જવાનો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા
આ ઉદ્દેશપૂર્વક યોજાયેલ કાર્યક્રમ જહાજ અંકિત અને કોસ્ટ ગાર્ડ વાઇફ વેલ્ફેર એસોસિએશન દ્વારા આયોજિત હતો. યોગના મહત્વ અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર કોર્ડિનેટર, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર તથા પોરબંદર સ્પોર્ટ્સ યોગા એસોસિએશનના યોગ નિષ્ણાતોએ યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના ઉપાયો રજૂ કર્યા.
“વન હેલ્થ, વન વર્લ્ડ” થીમ અંતર્ગત આ કાર્યક્રમમાં મેદસ્વિતા, લોહી દબાણ, નિદ્રાની ઉણપ, માનસિક તણાવ અને દૈનિક જીવનમાં થતી તકલીફો માટે યોગ કેવી રીતે અસરકારક બને તે બાબત પર તબીબી દૃષ્ટિકોણથી સમજૂતી આપવામાં આવી.
આ દરમ્યાન જહાજ અંકિત અને કોસ્ટ ગાર્ડ વાઇફ વેલ્ફેર એસોસિએશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં યોગના મહત્વ અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પોરબંદર કોર્ડિનેટર, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર તથા પોરબંદર સ્પોર્ટ્સ યોગા એસોસિએશનના યોગ નિષ્ણાત કેતન કોટીયાએ યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના ઉપાયો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમના આભાર પ્રદર્શન સ્વરૂપે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જહાજ અંકિતના સીઈઓ સહિતના સહયોગી અને યોગપ્રેમીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત યોગ બોર્ડ પોરબંદરના કોર્ડિનેટર શ્રી કેતન કોટિયા, યોગ ટ્રેનર અંજલિ ગાંધ્રોકિયા, મહેશ મોતીવરસ, સૂરજ મસાણી, નિશા કોટિયા, યશ ડોડીયા, ક્રિષ્ના મહેતા, મોહિત મઢવી, કાર્તિક માલમ, જીવન ગોહેલ તથા સુનિલ ડાકી સહિતની ટીમનું વિશેષ યોગદાન રહ્યું.








