પોરબંદર
પોરબંદર ના બરડા ડુંગર અને જંગલ વિસ્તાર માં હાલ ની કાળઝાળ ગરમી માં વન્યજીવો ને પીવાના પાણી ની સમસ્યા ઉભી ન થાય તે માટે વન વિભાગે વિવિધ સ્રોતો મારફત પાણી ની વ્યસ્થા કરી છે.તો બીજી તરફ સિંહો ને ફુવારા મારફત ઠંડક આપવાની વ્યવસ્થા ગોઠવી છે.
પોરબંદર જીલ્લા માં હાલ ની કાળઝાળ ગરમી માં મનુષ્યો પણ પાણી માટે આકુળવ્યાકુળ થતા હોય છે.ત્યારે બરડા ડુંગર અને દરિયાઈ પટ્ટી ના વન વિસ્તાર ના જંગલો માં વસવાટ નીલગાય.દીપડા,ચિતલ,સાબર,જંગલી સુવર,સસલા નોળિયા ,સાપ,અજગર સહિતના પ્રાણીઓ અને સરીસૃપને પણ પાણી ની જરૂર પડતી હોય છે.આથી વન વિભાગે વન્ય પ્રાણીઓને પીવાના પાણી માટે 106 પાણીના પોઇન્ટ માં પાણી ની વ્યવસ્થા કરી છે.
નાયબ વન સંરક્ષક દીપકભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે બરડા જંગલમાં 9 પવનચક્કી મારફત પાણી ભરવામાં આવે છે.બે સ્થળો એ સોલાર સિસ્ટમ મારફત પાણી ભરવામાં આવે છે.8 સ્થળો એ અવેડા છે.આ સિવાય 67 જેટલા પાણીના કુદરતી પોઇન્ટ પણ છે.તો બીજી તરફ દરિયાઈ પટ્ટી ના જંગલ મા વસવાટ કરતા પ્રાણીઓ માટે 20 જેટલા કુવા બનાવવામાં આવ્યા છે.પ્રાણીઓ અહીં કૂવામાં જાતે ઉતરીને પાણી પી શકે તેવી વ્યવસ્થા ઉભી કરી છે.આ વખતે સારા વરસાદ ના કારણે બરડા વિસ્તારમાં કુદરતી પાણીના વિવિધ સ્ત્રોત માં પુષ્કળ પાણી છે.એ સિવાય અનેક સ્થળે પાણીના કૃત્રિમ સ્ત્રોત ઉભા કર્યા છે.ઉપરાંત સ્થાનિક લોકો પણ પાણીની વ્યવસ્થા કરે છે.
સિંહો ના ખોરાક માં ઘટાડો:ઠંડક માટે ફુવારા ગોઠવ્યા
બરડા અભયારણ્ય માં આવેલ સાતવીરડા નેશ ખાતે આવેલ લાયન જિનપુલ ખાતે હાલ માં બે માદા સિંહ, એક નર અને બે સિંહ બચ્ચા રાખવામાં આવ્યા છે.ધોમધખતા તાપ માં સિંહોને ઠંડક મળે તે માટે વનવિભાગ દ્વારા સ્પ્રિંકલર સિસ્ટમ દ્વારા સતત પાણીનો છંટકાવ કરવામાં આવે છે તેમજ પાંજરા પર કંતાન રાખી પાણી નો છંટકાવ કરી આસપાસનો વિસ્તાર ભીનો રાખવામાં આવે છે હાલ માં ગરમીના કારણે સિંહો ના ખોરાકમાં પણ ઘટાડો થયો છે જેથી તેઓને દરરોજ શક્કરબાગ ખાતે થી સપ્લાય કરવામાં આવતા ખોરાક માં ઘટાડો કરાયો છે.