પોરબંદર
પોરબંદર માં ૭૦૦ ગ્રામ ગાંજા સાથે એક શખ્શ ને એસઓજી એ ઝડપી લીધો છે.
પોરબંદર જીલ્લા પોલીસવડા ડો રવી મોહન સૈનિ દ્વારા એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર કે.આઇ.જાડેજા અને પોલીસ સબ ઇન્સપેકટર એચ.સી.ગોહીલને જીલ્લા માં નશીલા અને માદક પદાર્થો નું વેચાણ કરતા શખ્શો અંગે બાતમી મેળવવા સૂચના કરવામા આવેલ જે અનવ્યે એસ.ઓ.જી સ્ટાફના માણસો આ બાબતે કાર્યરત હોય દરમ્યાન પો.હેડ.કોન્સ.રવિન્દ્ર શાંતીલાલ ચાંઉ ને બાતમી મળી હતી કે ઉદ્યોગનગર વિસ્તાર માં આવેલ ગેસ ગોડાઉન પાસે રહેતો સુભાષ રાણાભાઇ રાતીયા (ઉ.વ-૨૫)નામનો શખ્શે પોતાના રહેણાંક મકાન માં સૂકો ગાંજો રાખ્યો છે.
આથી એસઓજી ની ટીમે ત્યાં દરોડો પાડી સુભાસને રૂ ૭૮૩૦ ની કીમત ના ૭૮૩ ગ્રામ ગાંજા ના જથ્થા સાથે ઝડપી લીધો હતો.આ શખ્શ સામે અગાઉ પણ અલગ અલગ પોલીસ સ્ટેશન માં વિદેશી દારૂ અંગે ના આઠ ગુન્હા નોંધાયા હોવાનું સામે આવ્યું છે.જેમાં રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ૨ કેસ, ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં -૩ કેસ તથા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ૨ કેસ ઉપરાંત જાહેરનામાં ભંગ નો એક ગુન્હો નોંધાયો છે.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર કે.આઇ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેકટર એચ.સી.ગોહીલ,તથા એસ.ઓ.જી. સ્ટાફના ASI એમ.એમ.ઓડેદરા, એમ.એચ.બેલીમ HC એચ.એલ,ગરચર, આર.એસ.ચાઉ, PC વિપુલભાઇ બોરીચા, સંજયભાઇ ચૌહાણ, પૃથ્વીરાજસિહ વિક્રમસિહ ગોહીલ, ડ્રા.પો.કોન્સ ગીરીશ વરજાંગભાઇ વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતાં.
જુઓ આ વિડીયો