પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એક માસ માં પ્લાસ્ટિક ના ૭૩ ધંધાર્થીઓ ને રૂ ૧૯૭૦૦ નો દંડ કરી ૫૬૩ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું છે.
પોરબંદર ના મ્યુનિસિપલ કમિશનર એચ કે પ્રજાપતિની સૂચના થી ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશ ઢાંકી તથા જુદા જુદા વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેકટરો ગત મે માસ દરમ્યાન પ્લાસ્ટિકની એજન્સી ધરાવતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરતાં ૧૨૦ માઈક્રોનથી ઓછી માઈકોન વાળી બેગ (ઝબલા) ગ્રાહકને વેચતા હોય તેવા ૭૩ વેપારીઓને ત્યાં વહીવટી ચાર્જ રૂ. ૧૯,૭૦૦ વસૂલ કરી ૫૬૩ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું છે. તથા જાહેરમાં ઘાસ તથા જાહેરમાં ગંદકી કરનાર ૫૫ લોકોને રૂ. ૧૮,૭૮૦ નો દંડ કરવામાં આવ્યો છે. અને લોકોને સ્વચ્છતા અંગે જાગૃત થવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તથા હંમેશા કચરાને ડસ્ટબિનમાં એકઠો કરી મહાનગરપાલિકાની ડોર ટુ ડોર વાહનમાં નાખવા જાણ કરવામાં આવી છે. અન્યથા મહાનગરપાલિકાના ઉપનિયમો મુજબ રૂ. ૧૦૦ થી લઈ રૂ. ૫૦૦૦-સુધીનો દંડ કરવામાં આવશે.તેવું પણ જણાવાયું છે.