પોરબંદર માં મિલકત ની ભાગબટાઈ ના મનદુઃખ માં નાના ભાઈ એ મોટા ભાઈ પર છરી વડે હુમલો કરતા સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હત્યા ના પ્રયાસ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી આરોપી નાનાભાઈ ને સ્મશાન નજીક થી ઝડપી લીધો છે.
પોરબંદર ના વોરાવાડ માં આવેલ દેલવાડી મંદિર પાસે રહેતા અને મચ્છી નો વ્યવસાય કરતા વિરેન્દ્રભાઈ નાથાલાલ ખોખરી(ઉ.વ.૫૨)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ ભાડા ના મકાન માં રહે છે જ્યારે નાનોભાઈ જીગ્નેશ છે તેઓના કિર્તીમંદીર પાછળ આવેલ જુના મકાને રહે છે. શનિવારે સવારે તેઓ બંદરમાં કામ કરવા જતા હતા ત્યારે ઇકુભાઈ ના પેટ્રોલપંપ પાસે નાનો ભાઇ જીગ્નેશ હાથ માં છરી લઇ ને સામે મળ્યો હતો અને વિરેન્દ્રભાઈ ને “ તારે મકાનના એક લાખ રુપિયા આપવાના છે કે નહી” તેમ કહેતા વિરેન્દ્રભાઈ એ ના પાડતા જીગ્નેશ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તને મારી જ નાખવો છે તેમ કહી છરી વડે ડાબા પડખામાં પેટ ના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો.
આથી વિરેન્દ્રભાઈ લોહી લુહાણ હાલત માં બેભાન થઇ ફસડાઈ પડ્યા હતા અને ભાન માં આવ્યા ત્યારે સરકારી હોસ્પીટલે તેઓની સારવાર ચાલુ હતી હુમલા નું કારણ ફરિયાદ માં એવું જણાવ્યું છે કે તેઓના કિર્તીમંદીર પાછળ આવેલ વડીલોપાર્જીત મકાનના ભાગ બટાઇ બાબતે જીગ્નેશ સાથે તકરાર ચાલી આવે છે જેથી જીગ્નેશ તેના ભાગ પેટે એક લાખ રુપિયા માંગતો હોવાનું મનદુઃખ રાખી હુમલો કર્યા નું જણાવતા હાર્બર મરીન પોલીસે હત્યા ની કૌશીસ સહિતની કલમ વડે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં કોન્સ્ટેબલ કરશનભાઈ કાનાભાઈ ઓડેદરા ને હ્યુમન સોર્સીસથી માહીતી મળી હતી કે આરોપી જીગ્નેશ નાથાલાલ ખોખરી ચોપાટી પાસે સ્મશાન નજીક છુપાયેલ છે જેથી ડી-સ્ટાફ દ્વારા તપાસ કરતા આરોપી જીગ્નેશ મળી આવતા તુરંત તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કામગીરી કરનાર : આ કામગીરીમાં હાર્બર મરીન પો.સ્ટે.ના PI શ્રી એસ.ડી.સાળુંકે, PSI શ્રી પી.આર.રાઠોડ.ASI બી.ડી.વાઘેલા ASI આર.એફ.ચૌધરી ASI કે.બી લોઢારી HC.પી.એન.બંધિયા PC કરશનભાઈ કાનાભાઈ ઓડેદરા. દિનેશભાઇ વિરમભાઇ બંધિયા વિશાલસિંહ અભેસીંહ વાઢેળ, વિગેરે રોકાયેલ હતા.