પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદુર નામે કવાયત હાથ ધરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે પોરબંદર માં લોકો પાક સામે ૩-૩ યુદ્ધ લડનાર જવાન ને યાદ કરી રહ્યા છે.
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદૂર નામે કવાયત હાથ ધરી આતંકવાદીઓના પિયર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે પોરબંદરના પાંડાવદર ગામના વીરનર યોદ્ધાને લોકો દિલથી કરી રહ્યા છે. સજુભા હાલુભા જેઠવા એ ૧૯૫૬ માં ભારતીય સૈન્યમાં ભરતી થઈ ૯મી રાજપૂતાના રેજીમેન્ટમાં નેતૃત્વ કરી ખૂબ જ શૌર્ય દાખવી ૧૯૬૨,૧૯૬૫ અને ૧૯૭૧ ની લડાઇમાં ભારતની જીતમાં અગ્રેસર ભૂમિકા ભજવી હતી. ઉપરાંત નાગાલેન્ડ તથા કાશ્મીર સેક્ટરમાં ઘણીવાર આતંકવાદીઓ સામે મુઠભેડ કરી હતી તેમના દેશપ્રેમ અને શૌર્યથી પ્રભાવિત થઈ ભારત સરકાર દ્વારા તેમને ઘણા સેવા મેડલ્સ પ્રદાન કર્યા હતા.
દેશસેવામાં જીવનના ૨૮ વર્ષ સેવા આપ્યા બાદ ૩૦/૦૧/૧૯૮૪ માં ઓનરરી લેફ્ટેનન્ટના હોદ્દા પરથી નિવૃત્ત થઈ સને ૨૦૧૬ માં તેઓ દેવલોક પામ્યા હતા. તેમના એક માત્ર દિકરીબા ધર્મિષ્ઠાબા ઈન્દ્રવિજયસિંહ જાડેજા એ પોતાના પિતાને સપ્રેમ યાદ કરીને જણાવ્યું હતું કે મારા બાપુને હું એક પણ ક્ષણ ભૂલી શકતી નથી. તેમનો અનુશાસીત અને હેતાળ ચહેરો સતત મારા હૃદયમાં છે અને કાયમ રહેશે.તેમ કહી પોતાના પિતાના ફોજી જીવનના સંસ્મરણો વાગોળતા એક અલગ ચમક તેમની આંખોમાં જોવા મળી હતી તેમની પ્રેરણાથી તેમના નાના ભાઈના દિકરા તખ્તસિંહ જીલુભા જેઠવા પણ મા ભોમની રક્ષા કાજે ભારતીય સૈન્યમાં જોડાઈ ૧૯૯૯ માં કારગીલ યુધ્ધ લડી વિજય મેળવ્યો હતો. તે તખ્તસિંહ હાલ સૈન્યમાંથી નિવૃત્ત થયેલા છે.