Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર આર્યકન્યા ગુરૂકુળને સ્વીપર કર્મચારી તથા તેના પુત્ર ને રૂા. ૧,૩૬,૦૦૦ ચુકવી આપવા આદેશ

પોરબંદર આર્યકન્યા ગુરૂકુળને તેના સ્વીપર કર્મચારી વિધવા સ્ત્રી તથા તેના પુત્રના મળી કુલ રૂા. ૧,૩૬,૦૦૦ ચુકવી આપવા લેબરકોર્ટ દ્વારા આદેશ કરાયો છે.

પોરબંદર ની આર્યકન્યા ગુરૂકુળ માં વયોવૃધ્ધ વિધવા સ્ત્રી કર્મચારી મોંઘીબેન ઉકાભાઈ ડાકી તથા તેના પુત્ર યોગેશ ઘણાં વર્ષોથી સ્વીપરના હોદા ઉપર ફરજ બજાવી રહ્યા છે જેમાં મોંઘીબેન વયોવૃધ્ધ થઇ જતા કોઇ કામ કરી શકે તેમ ન હોવાથી તેના પગારનુ ચુકવણુ અચાનક બંધ કરી દેવાયું હતું ઉપરાંત તેના પુત્રના પણ પગારનુ ચુકવણુ બંધ કરી દેતા તેઓએ એડવોકેટ વિજયકુમાર પંડયા મારફત લેબરકોર્ટ માં મીમીમમ વેજીસ એકટની તેમજ આઈ. ડી. એકટની વિવિધ જોગવાઇઓ મુજબ કેસ દાખલ કર્યો હતો. જેમાં સંસ્થાએ લઘુતમ વેતન ધારાની જોગવાઇઓથી વિરૂધ્ધ અપુરતો અને ઓછો પગાર ચૂકવ્યો હોવાની તેમજ બજાવેલ ફરજોનો પગાર ચૂકવ્યો ન હોવા
અંગેની માંગણી કરવામાં આવી હતી જેમાં વકિલે ધારદાર દલીલો કરી સંસ્થાનો મુખ્ય બચાવ કવાર્ટર ખાલી કરતા ન હોવાનો લીધો હતો જેને અસંગત મુદો ગણાવી લ્હેણી રકમનુ ચુકવણુ અટકાવી ન શકાય તે અંગેની રજૂઆતો કરતા લેબરકોર્ટે યોગેશ તેમજ મોંઘીબેન ને ખર્ચ સહિત કુલ રકમ રૂા. ૧,૩૬,૦૦૦ આર્યકન્યા ગુરૂકુળને ૩૦ દિવસ માં ચુકવી આપવા હુકમ કર્યો છે.

પોરબંદર જિલ્લો ઘણાં સમયથી ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે અવિકસીત રહેલ છે. ગણ્યા ગાઠયા યુનિટોમાં પણ કર્મચારીઓનુ લેબર શોષણ કરી અપુરતો પગાર આપી, ઓવરટાઈમ કામ લેવાના તેમજ પોતાની કામગીરીમાં ન આવતા હોય તેવા કામો કરાવતી સંસ્થાઓ સામે અનેક ફરીયાદો ઉઠેલ છે. જેમાં કામદાર કર્મચારી કાયદેસરના પગલા લેતા સંસ્થાએ કોર્ટના આદેશ બાદ જે-તે કર્મચારીને આર્થિક ચુકવણા કરવા પડે છે અથવા-તો તેની મુળ ફરજ ઉપર પુનઃસ્થાપન કરવા પડતા હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે