જામનગર માં ૧૯૭૧ ના યુદ્ધ માં થયેલ બ્લેક આઉટ ની યાદો પોરબંદર ના નિવૃત શિક્ષકે તાજા કરી હતી તેઓ તે સમયે મેટ્રિક માં જામનગર ખાતે અભ્યાસ કરતા હતા.
ભારત-પાકિસ્તાન સરહદે તણાવની સ્થિતિ વચ્ચે પાકિસ્તાન દ્વારા સંભવિત ડ્રોન અને મિસાઈલ હુમલાની આશંકાને પગલે જામનગર જિલ્લામાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું .અને બ્લેક આઉટ પણ જાહેર કરાયું હતું.જો કે બાદ માં યુદ્ધ વિરામ જાહેર થતા બ્લેક આઉટ પરત ખેંચાયું હતું ત્યારે પોરબંદર ના નવયુગ વિદ્યાલય ના નિવૃત શિક્ષક સી વી વ્યાસે ૧૯૭૧ માં પાક સાથે ના યુદ્ધ દરમ્યાન જામનગર ખાતે કરાયેલા બ્લેક આઉટની યાદો તાજા કરતા તેઓએ જણાવ્યું હતું કે
હું ત્યારે મેટ્રિક માં અભ્યાસ કરતો હતો
અમે 10/12 મીત્રો હાથ માં ક્રિકેટ ની સ્ટીક લઈ
વાહનો ની લાઈટ બંધ કરાવવા ની સ્વૈચ્છિક
જવાબદારી સંભાળી હતી
🥀 તે દિવસો માં જામનગર માં તખુભા રાણા DSP હતાં તેવું
સ્મરણ છે અમે તેમને જોયા ન હતાં
🥀એક દિવસ સાંજ ન અમારી હનુમાન સેના
વાહનો ની બત્તી બંધ કરાવવા બે બે ની ટુકડી
બનાવી KV રોડ પર ગોઠવાઈ ગયા હતા
🥀 એક બુલેટ મોટર સાયકલ પર હેટ પેહરી
એક કાકા લાઈટ ચાલું રાખી નિકળ્યા.. અમે બે મીત્રો રોડ વચ્ચે જઈ
કાકા તમને ખબર નથી કે
અત્યારે બ્લેક આઉટ નો સમય થઇ ગયો છે લાઈટ બંધ કરો.. કાકા કહે તમે મને ઓળખો છો હું કોણ છું? આપ કદાચ તખુભા રાણા હોય તો પણ લાઈટ બંધ કરો.. તમે તખુભા રાણા ને જોયા છે.. જોયા નથી.. પણ આપ લાઈટ બંધ કરો નહીતો… નહીતો શું?
આ સ્ટીક થી આપ ની બત્તી નો ભુક્કો બોલાવી દેશું સમજ્યા.. લાઈટ બંધ કરો…કાકા એ લાઈટ બંધ કરી.. ખળખળાટ હસ્યા… આમાં હસવાનું શું છે કાકા ?
તમને કાયદો હાથ માં લેવા ની DSP એ છૂટ આપી છે? કાકા બોલ્યા
🥀 ના છૂટ નથી આપી
કારણ કે અમે તેમને પૂછવા ગયાં નથી..
🥀 તમે રસ્તા પર ના વાહનો ની લાઈટ બંધ કરાવો છો તે સારું કામ છે પણ તમે નમ્ર થઈ ને
બંધ કરાવો.. બોલી કાકા જતાં રહ્યાં
🥀 થોડી વાર પછી પોલીસ ની જીપ આવી
અમને બધાને બોલાવ્યા
જામનગર ની પ્રખ્યાત
કચોરી ના પેકેટ દરેક ને
આપ્યાં..
🥀 અમે પૂછ્યું આ કઈ ખુશી માં કચોરી આપો છો તો ઝીપ માં ડ્યુટી પર ના ઓફીસરે કહ્યું DSP
સાહેબે તમારા માટે મોકલાવી છે.. તમે જે બુલેટ બાઈક વાળા કાકા ને રોક્યાં હતાં તે DSP
સાહેબ પોતે હતા તેમણે કહ્યું કે છોકરાઓ સારું કામ કરે છે…..
સી વી વ્યાસ
નિવૃત્ત શિક્ષક
નવયુગ વિદ્યાલય
પોરબંદર