પોરબંદરમાં એડવોકેટો અને કોર્ટ સ્ટાફ માટે રાત્રી પ્રકાશ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતાં વિશાળ સંખ્યામાં કાયદાવિદોએ ભાગ લીધો હતો.
પોરબંદરના એડવોકેટ મીત્રોમાં ખુબ જ સંપ અને ભાઈચારાની ભાવના છે. અને મોટાભાગના એડવોકેટનો એકબીજાના અંગત મીત્રો હોવાના કારણે કોર્ટની કાર્યવાહીમાં સામસામે લડતા હોવા છતાં જયાં મીત્રતાની વાત આવે ત્યાં એકબીજાની સાથે જ મોજમસ્તી, મજા કરતા હોય છે.તાજેતરમાં જ કેરમ અને ચેસની ટુર્નામેન્ટ બાદ એડવોકેટો અને કોર્ટ સ્ટાફની વચ્ચે સીનીયર એડવોકેટ ભરતભાઈ લાખાણીના સુંદર સાથ સહકારથી બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખેલી હતી.
તેમાં કોર્ટ સ્ટાફની ટીમ તથા વકીલોની ટીમ વચ્ચે રાત્રે ૯:૦૦ વાગ્યાથી બે વાગ્યા સુધી આ ટુર્નામેન્ટ ચાલેલી હતી અને તેમાં સરકારી એડવોકેટો અનીલ લીલા તથા એ.પી.પી. જાડેજા દ્વારા પણ ક્રિકેટની મજા માણી હતી અને કોર્ટ સ્ટાફમાં ડિસ્ટ્રીકટ જજના પી.એ. પંકજભાઈ તળવી તથા સીનીયર કલાર્ક કલ્પેશ મહેતા તથા ૨જીસ્ટ્રાર રાજુભાઈ રાયઠઠા તથા રાજુભાઈ જોષી તથા અન્ય સીનીયર જુનીયર કલાર્ક તથા એડવોકેટોમાં સીનીયર એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા શૈલેષભાઈ ૫૨મા૨, જયભાઈ મહેતા, પ્રકાશ માંડવીયા તેમજ ૫૦ કરતા વધારે એડવોકેટએ આ મેચની મજા માણેલી હતી અને આ આખુ આયોજન સફળ બનાવવામાં બારના પ્રમુખ નિલેષભાઈ જોષી, બારના ઉપપ્રમુખ રાજુભાઈ સરવાણી દ્વારા જહેમત લીધેલી હતી અને એડવોકેટ નરેશ ઓડેદરા, હુસૈન બુખારી તથા જય ઓડેદરા દ્વારા સમગ્ર આયોજન કરેલુ હતુ અને ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે જ ચા-ગાઠીયાની મોજ માણેલી હતી અને તે રીતે પ્રથમ વાર એડવોકેટો દ્વારા બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરેલુ હોય અને તે સફળતાપૂર્વક પાર પાડેલ છે.
