ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ ટ્રાય સિરીઝ રમવા તેલંગાના જવા માટે રવાના થઈ છે ટીમ ના કેપ્ટન તરીકે પોરબંદરના વ્હીલચેર ક્રિકેટરને જવાબદારી સોંપવામાં આવી છે.
તેલંગાના ના વારંગલ ખાતે આગામી ૨૪ એપ્રિલ થી ૨૭ એપ્રિલ દરમિયાન વ્હીલચેર ક્રિકેટ ની ટ્રાય સિરીઝ નું આયોજન કરાયું છે. જેમાં તેલંગાના ગુજરાત અને ગોવા એમ ત્રણ રાજ્યોની વ્હીલચેર ક્રિકેટ ટીમ ભાગ લેશે. ગુજરાતની ટીમના કેપ્ટન પોરબંદરના ભીમા ખૂંટીએ જણાવ્યું હતું કે આ ટ્રાય સીરીઝ માટે ગુજરાતની ટીમે ખૂબ મહેનત કરી છે. જેથી ટીમ ફાઇનલમાં પહોંચી જીત મેળવી ગુજરાતનું નામ રોશન કરવાની પૂરી કોશિશ કરશે. ટીમને સપોર્ટની જરૂર છે. ગુજરાતના ઘણા ખેલાડીઓ પાસે સ્પોર્ટ્સ વ્હીલચેર પણ નથી ગુજરાતની ટીમને સારા સપોર્ટર મળી જાય તો ગુજરાતની ટીમ પણ એક મજબૂત ટીમ બનીને વિવિધ ટીમો માં ઉત્તમ પ્રદર્શન કરી શકશે.
ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમની કેપ્ટનશીપની જવાબદારી ભીમા ખૂંટી નિભાવશે. જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી ભાવનગરના નિલેશ સોલંકી નિભાવશે. તે ઉપરાંત ગુજરાતની ટીમમાં રમેશ ખરાડી, હિતેશ ડામોર ( વિકેટકીપર), મેરૂ મીર, ગોપાલ ભરવાડ, પોપટ ઠાકોર, આલા ભરવાડ, હસમુખ પટેલ, સતીષ ભાભોર, મનોજ ભરવાડ, અનવર સયેચા (કોચ મુકુંદ સાગર ) રહેશે.
