પોરબંદર
પોરબંદર જીલ્લાના ફૂલસાઈઝ,કલરફૂલ સાંધ્ય દૈનિક ‘આજકાલ’ પોરબંદર જીલ્લામાં તેની ૧૮ વર્ષની સફર પૂર્ણ કરી ૧૯માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે.ત્યારે હંમેશા નોખું-અનોખું કરવામાં માનતા સાંધ્ય દૈનિક ‘આજકાલ’ દ્વારા ૧૯ માં મંગલ વર્ષમાં પ્રવેશ પ્રસંગે અતિથી વિશેષ તરીકે પછાત વિસ્તારના શિક્ષણવાં બાળકોને નિયંત્રિત કરીને તેમને ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે શૈક્ષણિક કીટનું વિતરણ કરીને શિક્ષણના મહત્વને સમજાવવામાં આવ્યું હતું.
પોરબંદર શહેરમાં વાચકોના દિલમાં છેલ્લા ૧૮ વર્ષથી નોખું-અનોખું માન અને સ્થાન મેળવનારા સાંધ્ય દૈનિક ‘આજકાલ’ દ્વારા તેના ૧૯ માં શુકનવંતા વર્ષમાંપ્રવેશ પ્રસંગે કઈક નોખી-અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવા માટે કાઈક નવો વિચાર આપવા પોરબંદર ‘આજકાલ’ના નિવાસી તંત્રી પાર્થ જોશીએ અપીલ કરી હતી.અને હમેશા પોરબંદરને નોખી અનોખી અને નવી વિચારધારા અને વિશિષ્ટ દ્રષ્ટિકોણ આપતા ‘આજકાલ’ ના યુવા સહતંત્રી અને સૌરાષ્ટ્રના જુદાજુદા અખબારોના રિપોર્ટર જીજ્ઞેશ પોપટે શહેરના વી.વી. બજારમાં આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતા અને શિક્ષણની ખરા અર્થમાં જરૂરીયાત છે તેવા બાળકોને મુખ્ય અતિથી તરીકે નિમંત્રિત કરીને ‘આજકાલ’ કાર્યાલય ખાતે તેઓનું ચૈત્રી નવરાત્રીના દિવસે ભાવપૂજન કર્યું હતું.અને તેઓને સ્ટેશનરી કીટનું વિતરણ કરીને અનેરો રાહ ચીંધવામાં આવ્યો હતો.
પોરબંદર ‘આજકાલ’ કાર્યાલય ખાતે મહેમાન બનીને આવેલા વી. વી. બજાર વિસ્તારના ઝુંપડપટ્ટીના આ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યારે તેઓ ખુશખુશાલ થઇ ગયા હતા. દેવીપુજક સમાજના પ્રમુખ ભાવેશભાઈ સોલંકીએ પણ બાળકોની ‘આજકાલ’ કાર્યાલયની મુલાકાત માટે સહકાર આપ્યો હતો.‘આજકાલ’ ના મહેમાન બનેલા બાળકોએ ‘આજકાલ’ સાંધ્ય દૈનિક કઈ રીતે તૈયાર થાય છે અને અને તેમાં સમાચારો કઈ રીતે લખવામાં આવે છે તથા તેનું પેઈજનું લે-આઉટ કઈ રીતે ગોઠવાય છે? આ પ્રકારની તમામ જાણકારી ઝુંપડપટ્ટીના આ બાળકોએ પ્રત્યક્ષ નિહાળી હતી.અને તેઓ પણ પોતાની નજર સમક્ષ તૈયાર થતા અખબારની કામગીરીને પ્રત્યક્ષ નિહાળી રોમાંચિત બની ગયા હતા.
પોરબંદર ‘આજકાલ’ના સહતંત્રી જીજ્ઞેશ પોપટે તેઓને શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે,શિક્ષણએ કોઈ ચોક્કસ સમાજનો કે વર્ગનો ઈજારો નથી.કોઈપણ સમાજ અને આર્થિક રીતે નબળા પરીવારનો કોઈપણ બાળક શિક્ષણ મેળવવાને હક્કદાર છે.વિદ્યા એટલે જ્ઞાનની પ્રાપ્તિ શિક્ષણ શબ્દ સંસ્કૃત ધાતુ ‘શસ’માંથી વ્યુત્પન્ન થયો છે,અને જેનો અર્થ થાય છે અનુશાસનમાં રહેવું આમ શિક્ષણ શબ્દ એટલે શિસ્ત કેળવવી પોરબંદરના ગાંધીજી હમેશા એવું કહેતા કે “કેળવણી એટલે બાળક અને વ્યક્તિના શરીર,મન,અને આત્મામાં રહેલા ઉતમઅંશોનું આવિષ્કરણ ‘ત્યારે જીજ્ઞેશ પોપટે આ બાળકોને શિક્ષણ થકી જ તેમનો અને તેમના પરીવાર સહિત સમાજનો વિકાસ થશે તેમ જણાવીને શિક્ષણની મહત્વતા સમજાવી હતી.
બાળકોએ પણ હોશે-હોશે ‘આજકાલ’ કાર્યાલયની અખબાર તૈયાર કરવાની પદ્ધતિ નિહાળી હતી અને તેમના મનમાં ઉપસ્થિત થયેલા પ્રશ્નોનો જવાબ આપીને તેમની જ્ઞાન પિપાસાને સંતોષવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આમ,પોરબંદરના સંપૂર્ણ કદના સાંધ્ય દૈનિક ‘આજકાલ’ દ્વારા તેમના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે નોખી-અનોખી પહેલ કરીને શિક્ષણની જરૂરિયાતવાળા બાળકો સાથે ઉજવણી કરીને ખરા અર્થમાં સમાજના સાચા પ્રહરીની ભૂમિકા ભજવીને સૌને પ્રેરણા આપી હતી.
પોરબંદર ‘આજકાલ’ને સર્વોચ્ચય સ્થાને લઇ જવામાં નિવાસી તંત્રી પાર્થ જોશીના નેતૃત્વમાં અને સહતંત્રી જીજ્ઞેશ પોપટના માર્ગદર્શન હેઠળ ‘આજકાલ’ ના જાહેર ખબર વિભાગના બ્રાન્ચ મેનેજર કીરીટભાઇ જોશી,કમ્પ્યુટર હેડ શાહીદખાન શેરવાની,‘આજકાલ’ની નાની-મોટી અનેક પ્રકારની જવાબદારીઓ સંભાળતા હિતેશભાઈ ધનેચા,કમ્પ્યુટર વિભાગના કર્મચારીઓ અમિનેષ મકવાણા,ચિંતન મકવાણા,મોહીન સોનસરાયા,ટીનાબેન ચંદારાણા,કાજલ મોઢા અને અન્ય કર્મચારીઓ બિપીનભાઈ કારાવદરા,ભાવેશભાઈ પરમાર,રાજુભાઈ તેરૈયા,અશોકભાઈ કાનાણી, બિરેન્દરસિંગ ઠાકુર(છોટુભાઈ)સહિતની ટીમનું યોગદાન મહત્વનું રહ્યું છે.
ગાંધીભૂમિમાં ગાંધીજીની વિચારધારા ‘આજકાલે સાર્થક ઠેરવી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી હરહમેશ એવું કહેતા કે શિક્ષણએ છેવાડાના માનવીનો પણ અધિકાર છે.અને સમાજના કચડાયેલા વર્ગના અને છેવાડાના લોકો શિક્ષણ મેળવશે ત્યારે ખરા અર્થમાં સ્વરાજ્યની સ્થાપના થશે.ત્યારે પોરબંદર ‘આજકાલ’હમેશા ગાંધીજીના આ વિચારને કેન્દ્ર સ્થાને રાખીને પોતાની શૈક્ષણિક સેવાપ્રવૃતિઓને આગળ ધપાવે છે.ગાંધીભૂમિમાં ગાંધીજીના શિક્ષણ પ્રત્યેના વિચારને ‘આજકાલે ખરા અર્થમાં આત્મસાત કર્યો છે.
પોરબંદર ‘આજકાલે’ કોરોના કાળમાં લોકડાઉન સમયે ખુબ વિકટ પરિસ્થિતિએ ૭૨ જેટલા સેવાયજ્ઞો હાથ ધર્યા હતા. જે સમયે લોકોને બહાર નીકળવાની પણ મનાઈ હતી તેવા સમયે પોરબંદરના ઘણા વિસ્તારોમાં ગરીબ અને જરૂરીયામંદોને બે ટંક પુરતું ભોજન પણ નસીબ થતું ન હતું. તેવા સમયે ‘આજકાલ’ ના સહતંત્રી જીજ્ઞેશ પોપટે દાતાના સહયોગથી ૭૨ જેટલા સેવાયજ્ઞો હાથ ધર્યા હતા.
વહેલી સવારે ૫:૩૦ વાગ્યે માર્કેટીંગ ચાર્ડમાં જઈને શાકભાજી અને ફ્રુટના કોથળા ખરીદી તેની કીટ તૈયાર કરી છેવાડાના વિસ્તારોમાં હાથોહાથ પહોંચાડી હતી. ગંગોત્રી ડેરીના સહયોગથી વહેલી સવારે દુધની કોથળીઓ લઈને પછાત વિસ્તારોમાં પહોંચાડવાની સાથોસાથ પ્રસુતાઓ, સર્ગભાઓ અને ખરા અર્થમાં જરૂરીયાતમંદ લોકોને પોષણકીટ, અનાજકીટ, વિટામીન કીટ, સ્વચ્છતા કીટ, સેનેટાઇઝર અને માસ્ક વિતરણ જેવા અનેકવિધ કાર્યો હાથ ધરીને સમાજના સાચા લોકોપ્રહરીની ભૂમિકા ભજવી હતી. તેની આ દરેક પ્રવૃતિઓને સૌએ બિરદાવી હતી.
આર.ટી.ઈ. ના કાયદાની પણ અપાઈ સમજ પોરબંદર
આજકાલ’હમેશા શૈક્ષણિક પ્રવૃતિઓને વધુ વેગવંતી બનાવીને શિક્ષણની જ્યોતને હરહમેશ વધુ પ્રજ્વલિત કરે છે અને તે રીતે સરકાર સાથે ખભેખભા મિલાવીને શિક્ષણની મહત્વતા સૌને સમજાવે છે ત્યારે સરકાર દ્વારા શિક્ષણ વંચિત બાળકો માટેના આર.ટી.ઈ.ના કાયદાની ગરીબ અને જરૂરીયાતમંદ બાળકો માટેના મફત અને ફરજીયાત શિક્ષણના કાચઘની સમજ આપીને આવેલા બાળકોને આ કાચઘનો લાભ લેવા માટે પણ અપીલ કરી હતી.
જુઓ આ વિડીયો