માધવપુર ખાતે આયોજિત મેળામાં ફૂડ સેફ્ટી ટીમો દ્વારા ૨૩૫ કિ.ગ્રા. વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હોવાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અઠવાડિયા બાદ જાહેર કર્યું છે.
માધવપુર ઘેડ ખાતે તા ૬ થી ૧૦દરમિયાન રાષ્ટ્રીય કક્ષાનો ભાતીગળ મેળો ખાતે યોજાયો હતો.આ મેળા માં ઔષધ નિયમન વિભાગ દ્વારા ફૂડ સ્ટોલ, હોટલ સહિતની જગ્યાઓએ ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી. મેળા દરમિયાન જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ૧૬૩ ફૂડ સેમ્પલ્સ (સર્વેલન્સ નમુનાઓ) લેવામાં આવ્યા હતાં અને ૨૩૫ કિ.ગ્રા. વાસી તથા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કરાવવામાં આવ્યો હતો.
વધુમાં ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન કેમ્પમાં ૨૬ વેપારીઓની એપ્લીકેશન સ્થળ પર સ્વીકારી, તાત્કાલિક ફૂડ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા તેમજ ફૂડ સ્ટોલ ધારકોને હાઇજીનિક કામગીરી માટે હેન્ડ ગ્લોવ્સ અને કેપ પણ વિતરણ કરવામાં આવ્યા હતા.મેળામાં ફૂડ સેફ્ટી વાન દ્વારા ૧૩૩ ટી.પી.સી. ટેસ્ટ, ૫૦ ટ્રેનીંગ કેમ્પ, અને ૪૮ જનજાગૃતિ અવેરનેશ કાર્યક્રમો યોજાયા હતાં. ઉપરાંત ૧.૯ કિ.ગ્રા. દાઝેલું તેલ સ્થળ પર જ ફૂડ વ્યવસાય ઓપરેટર દ્વારા નષ્ટ કરવામાં આવ્યુ હતુ.માધવપુર તથા પોરબંદર ખાતે મહાનુભાવો રહેતા તે હોટેલ અને રેસ્ટોરન્ટના કિચનનું નિયમિત ચેકિંગ કરાયું હતું અને અંદાજે ૧૯ કિ.ગ્રા. વાસી ખોરાક તાત્કાલિક નષ્ટ કરવામાં આવ્યો હતો.જે મેળો પૂર્ણ થયા ના અઠવાડિયા બાદ જાહેર કરવામાં આવ્યું




