પોરબંદર : દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્ત સુદામા ની અતૂટ મૈત્રી ના આ આધ્યાત્મિક સંદેશ સાથે કળિયુગમાં હરિ સ્મરણ તારણ ઉપાય ના ભાવ સાથે આધ્યાત્મિક જન જાગૃતિ ના ઉમદા હેતુ સર પોરબંદર થી દ્વારિકા ની પદ યાત્રાનો વિચાર આપનાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના સેવક ખીમભાઇ બાપોદરા ના સંકલ્પ થકી શ્રી સુદામા ભક્ત સેવા મંડળ દ્વારા પ્રતિવર્ષ ની જેમ આગામી તા 30-4-25 બુધવાર ને અખાત્રીજ ના શુભ દિને સવારે શ્રી સુદામા મંદિર થી પોરબંદર થી દ્વારકા ની પાંચમી પદ યાત્રાનું આ વર્ષે ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ પાંચમી પદયાત્રા ની પૂર્વ સંધ્યાએ તા 29-4-25 ને મંગળવાર ની સમી સાંજે સૌ સુદામાભક્તો માટે શ્રી હરિ મંદિર માં સત્સંગ તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવા માં આવેલ છે. તથા બહારગામ ના ભક્તો માટે શ્રી હરિમંદિર, સાંદીપની માં ઉતારા ની વ્યવસ્થા પણ રાખેલ છે તેથી સર્વે પદયાત્રીઓ એ અવશ્ય પધારવું. પ્રસ્થાન તારીખ 30-4-25 ના રોજ શ્રીસુદામા મંદિર પોરબંદર થી પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, સંત –મહંત શ્રીઓ તથા મહાનુભાવો પદયાત્રા નો શુભારંભ કરાવશે.
આ પદયાત્રા દરમિયાન તા 30-4-25 ને બુધવાર ના રોજ રાત્રે 9 કલાકે વિસાવાડા મુકામે ક્રિકેટ ગ્રાઉન્ડ માં ભવ્ય ધર્મ સભા નું આયોજન કરવામાં આવેલ છે આ ધર્મ સભામાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એવમ અન્ય સંત –મહંતશ્રીઓ ના પ્રવચનો યોજાશે સર્વે ભક્તોને આ ધર્મ સભામાં જોડાવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે તેમજ દરેક પડાવ ઉપર વિવિધ રામ ધૂન મંડળ દ્વારા શ્રી રામધૂન નું આયોજન કરવા માં આવેલ છે.
તા 30-4-25 બુધવાર થી તા રવિવાર દરમિયાન ચાર દીવસીય પદયાત્રા પ્રથમ રાત્રી રોકાણ ભરતભાઈ રાજાભાઈ કુછડીયા ની વાડી બપોરે અને શ્રી મહેર સમાજ વિસાવડા રાત્રી રોકાણ ,બીજી રાત્રી રોકાણ શ્રી મહેર સમાજ મિયાણી બપોર અને શ્રી દગાઇ માતાજી મંદિર લાંબા રાત્રી રોકાણ, ત્રીજી રાત્રી રોકાણ શ્રી આહીર સમાજ ભોગાત બપોરે અને શ્રી દુલાભાઇ ગઢવી ની વાડી કુરંગા રાત્રી રોકાણ. ચોથી રાત્રી રોકાણ શ્રી આવળ માં મંદિર બપોર અને દ્વારિકા ભજન કીર્તન રાસ સાથે દ્વારકા ધીશના દર્શન સાથે પદ યાત્રા વિરામ લેશે.
આ પદયાત્રા માટે સૂચનાઓ તથા નિયમો છે જેમાં (1) પદયાત્રીઓ એ જરૂરી વસ્તુઓ કપડાં તથા પોતાને લગતી દવાઓ સાથે લાવવાની રહેશે (2) પદયાત્રીકે રાત્રીના ઓઢવા માટેની એક સાલ અથવા ચાદર સાથે લાવવાની રહેશે (3) પદયાત્રિકોએ સંઘમાં બધા પદયાત્રીઓ સાથે હળી મળી રહેવાનું છે (4) પદયાત્રીએ પ્રસાદી લેવામાટે શાંતિથી લાઈનમાં બેસવાનું અને પ્રસાદ લીધા બાદ પોતાની થાળી વાટકા જાતે સફાઈ અને સૂચના મુજબ રાખી આપવાના છે (5) પદયાત્રા દરમિયાન કોઈ પદયાત્રીકને કોઈ તકલીફ થાય તો તરતજ કાર્યકર્તાને જાણ કરવાની રહેશે, (6) પદયાત્રિકોએ કાર્યકર્તાઓની વખતો વખત ની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. (7) પદયાત્રીકે જો રસ્તામાં ચાલી નહિ શકે તો તેમને આગળની જગ્યાએ વાહન માં જઈ અને ત્યાં પોતાની સેવા આપવાની રહેશે અને (8) પદયાત્રીકોએ એક બીજાને સાથ સહકાર આપવાનો અને એક બીજાની મદદરૂપ થઇ અને બધાની સાથે ચાલવાનું રહેશે આ નિયમોનો સમાવેશ કરવામાં આવેલ છે.
પદ યાત્રામાં જોડાવા માટે નીચેનો સંપર્ક સાધી શકાશે જેમાં રણછોડ ભાઈ જોશી મો 99251-35808, રાજુભાઈ આગઠ મૉ. 74870-744497, ભીખુભાઈ ઉલવા 90549-40111, જેશાભાઈ ગરેજા મૉ 98257-36483, દાનાભાઈ લોઢવા મૉ 96248-24050, ભીખુભાઈ હરચડી મૉ 99251-12354, ડો ઈશ્વરભાઈ ભરડા મૉ 99097-39718, કૈલાસભાઈ વાસું મૉ 98794-68181, મનજીભાઈ લગધીર મૉ 78143-05321,નાજાભાઈ ભોળા મૉ 80007-96069, મનોજભાઈ મોઢા 93162-91830, મશરીજી ઓડેદરા મૉ 90990-34545,હીરા ભાઈ લોઢવા મૉ 99790-78378, નરસીભાઈ શિયાણી મૉ 98257-15993, રામભાઈ વાઢેર મૉ 98248- 48286 નો સંપર્ક સાધવાનું યાદી માં જણાવાયુ છે વિશેષ જાણકારી માટે સુદામા મંદિર કમ્પાઉન્ડ, લેબોરેટરી વાળું બિલ્ડીંગ સમય સવારે : 10-થી 1-00 અને બપોરે :4થી 7 કાર્યાલય પોરબંદર નો સંપર્ક સાધી શકાશે.
ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે સખ્યભક્તિ થી જોડાયેલા બાળ સખા” સુદામા ચરિત્ર કથાં”- શ્રીમદ ભાગવત ના દસમ સ્કધ 80 -81: અધ્યાય માં આલેખયેલી છે શ્રીમદ ભાગવત નૉ આધાર લઈ ને ભક્ત કવિ નરસિંહ મહેતા તથા ગુજરાત ના સુપ્રસિદ્ધ આખ્યાનકાર કવિ પ્રેમાનંદે સુદામા ચરિત્ર લખ્યું છે. એમ કહેવાય છે કે, પોરબંદર થી સુદામાજી દવારકાધીશ શ્રી કૃષ્ણ ને પદયાત્રા કરીને મળવા ગયા હતાં અંકિચન સુદામા ની પત્ની ભૂખ્યા બાળકો નું દુઃખ અસહ્ય બનતા સુદામાની પત્ની પતિને ભગવાન શ્રીકૃષ્ણ ની મૈત્રી નું સ્મરણ કરાવે છે અને કંઈક પામવાની આશાએ શ્રીકૃષ્ણ પાસે જવા વિનવે છે ત્યારે સુદામા કહેછે કે”, હે કલ્યાણી તમારા આગ્રહ ને વશ થઈને મિત્ર દ્વારકાધીશ ને મળવા ચોક્કસ જઈશ “. ત્યારે સુદામા પત્ની ભાવ વિભોર બનીને સુદામાજીને કહે છે કે, “તમારી અતૂટ મૈત્રી નૉ લાભ રસ્તામાં ભક્તો ને મળશે ભક્ત ખુશ થશે અને ભક્તો ખુશ થવાંથી શ્રી કૃષ્ણ ભગવાન પણ ખુશ થશે સાથે સાથે રસ્તામાં ભક્તો જોડાશે અને સત્સંગ સકીર્તન અને ધર્મસભા નૉ પણ ભક્તો ને લાભ મળશે અને લોકકલ્યાણ ની ભાવના ચરિતાર્થ પણ થશે.
પત્ની પાડોશ માંથી માંગીને લાવેલા પૌઆ (તાંદુલ ) શ્રી કૃષ્ણને ભેટ આપવા માટે પતિને બાંધીને આપે છે અને તેઓ પોરબંદર સુદામા પૂરીથી દ્વારકા પદયાત્રા કરીને જાય છે શ્રી કૃષ્ણ -સુદામા ની અતૂટ મૈત્રી ના આ આધ્યાત્મિક સંદેશ સાથે કળિયુગ માં હરિ સ્મરણ તારણ એક માત્ર ઉપાય એવા ભાવ સાથે આધ્યાત્મિક જાગૃતિ ના ઉમદા હેતુ સર પોરબંદર -દ્વારિકા ની પદ યાત્રાનૉ ઉમદા વિચાર આપનાર ભીમભાઈ બાપોદરા પણ આ પદયાત્રા માં જોડાય છે ઉજૈન માં સાંદિપની આશ્રમમાં શ્રી ક્ર્ષ્ણ -સુદામા બંને સાથે અભ્યાસ કરતા હતાં તેની મૈત્રી અતૂટ હતી કૃષ્ણના બાળ સખા સુદામાજીનું મંદિર સમગ્ર ભારતમાં એક માત્ર પોરબંદર ખાતે આવેલ છે. જે પોરબંદર પંથક માટે ગૌરવ રૂપ છે. પોરબંદર શહેર મધ્યે આવેલુ પૌરાણિક, ઐતિહાસિક પ્રાચીન શ્રી સુદામાજીના મંદિરમાં વર્ષ દરમિયાન બહારથી બધા દર્શન કરી કરી શકે પણ અખાત્રીજ ના પાવન દિવસે ભાવિકજનો માટે સુદામાજીના ચરણ સ્પર્શ કરવાની છૂટ અપાઈ છે. સુદામાજી ભગવાન દ્વારકાધીશ ને મળવા અખાત્રીજ ના દિવસે ગયા હતાં તેની સ્મૃતિમા સુદામાના પગલે આ પાંચમી પદયાત્રા નું સુદામા ભક્ત મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે સુદામા અને શ્રીકૃષ્ણનું મિલન દ્વારિકા ખાતે થાય છે ત્યારે બને અતૂટ મિત્રો મધ્યપ્રદેશમાં ક્ષિપ્રા નદી ના કાંઠે આવેલ ઉજૈનના સાંદી પની આશ્રમ માં ભણતા તેના સંસ્મરણો વાગોળે છે અને બને વચ્ચે જૂના સસ્મરણ વાગોળતા સંવાદ કરે છે કે……
પછી શામળિયો બોલિયા તુને સાંભરે રે…..!
હાજી, નાનપણના નેહ મુજે કેમ વિસરેરે…!
આપણે બે મહિના સાથે રહ્યા તુને સાંભરેરે!
હાજી, સાંદિપની ઋષિ ને ઘેર, મુંને કેમ વિસરેરે!
આપણે અન્ન ભીક્ષા માંગી લાવતા તુને સાંભરેરે
હાજી, જમતા સાથે ત્રણે ય મને કેમ વિસરેરે!
(સુદામા ચરિત્ર – કવિ પ્રેમાનંદ ) વિશ્વને પ્રેરક એવી સુદામા શ્રીકૃષ્ણ ની અતૂટ મૈત્રી ને ઉજાગર કરવા આ પદયાત્રા ના આયોજનમાં સૌ ભક્ત સમુદાય જોડાઈ ને પુણ્ય નું ભાથું બાંધે છે પ્રતિ વર્ષ અખાત્રીજ ના પવિત્ર દિને આ પદયાત્રામાં હજારો ભાવિક જનો સવારે 4 વાગે વર્ષમાં એકજ વાર આ દિવસે ચરણ સ્પર્શ કરવા દેવામાં આવે છે આથી ભક્તો જનોની લાંબી શિસ્તબદ્ધ કતારો દર્શન સાથે સુદામાજી ના ચરણસ્પર્શ કર્યા બાદ આ પદ યાત્રા સુદામા ચોક મંદિર ખાતે પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સહીત ના સંતો –મહંતોના આશીર્વાદ સાથે જય દ્વારિકા ધીશ ના જય ઘોષ સાથે પ્રસ્થાન થશે સુદામા ભક્ત મંડળ દ્વારા આ પદ યાત્રા માં જોડાવા માંગતા હોઈ તેઓએ સંપર્ક સાધવા ખીમભાઈ બાપોદરા તથા મનોજભાઈ મોઢા ની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.