પોરબંદરના અસ્માવતી રીવરફ્રન્ટ સામે ખાડી કાંઠે અને અડવાણા ગામે ધ્રોકડ ડેમમાં મગરે દેખા દેતા સ્થાનિકો માં ભય જોવા મળે છે. અને વહેલીતકે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોરબંદરના અસ્માવતી રીવરફ્રન્ટ નજીક છેલ્લા ચારેક માસ થી મગરે પડાવ નાખ્યો હતો અને અવારનવાર નજરે ચડતો હતો ત્યારે હવે મગરે સ્થળાંતર કર્યુ હોય તેમ ત્યાંથી સામા કાંઠે નરસંગ ટેકરી નજીક ખાડીકાંઠે મગરે દેખા દેતા સ્થાનિકો માં ભય જોવા મળે છે આ રહેણાંક વિસ્તાર હોવાથી અને બાળકો પણ આ વિસ્તાર માં જ રમતા હોવાથી કોઈ અઘટિત ઘટના બને તે પહેલા વન વિભાગ દ્વારા તેને પકડી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
બીજી તરફ અડવાણા ગામે આવેલા ધ્રોકડ ડેમમાં પણ મગર ડેમની પાળી પર બેસી આંટાફેરા કરતો હતો આથી સ્થાનિકો એ તેના ફોટા સોશ્યલ મીડિયા માં વાઈરલ કરી લોકો ને સાવચેત કર્યા હતા અને લોકોને હાથપગ ધોવા માટે ડેમની નજીક ન જવા અપીલ કરી હતી.
