પોરબંદરમાં સિંધી યુવાસેના અને સિંધી માતૃશક્તિ સંગઠનના ઉપક્રમે વેલકમ ચેટીચંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પોરબંદર સિંધી યુવા સેના અને સિંધી માતૃશક્તિ સંગઠન દ્વારા સતત બીજા વર્ષે પણ પોરબંદર શહેરમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ સાહેબના જન્મોત્સવના વધામણા સ્વરૂપે ફીઝી સોની છાત્રાલય, સોની જ્ઞાતિની વંડીના ઓપન ગ્રાઉન્ડમાં વેલકમ ચેટીચંદનો ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ. જેમાં સમસ્ત સિંધી સમાજ માટે વેલકમ પ્રોગ્રામમાં સિંધી ડી.જે.ની સાથે સિંધી સમાજના પરંપરાગત સિંધી છેજ દાંડિયારાસ, સિંધી રાસગરબાની મોજ કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં ભગવાન ઝુલેલાલના શ્રી ભહેરાણાસાહેબની જયોત પ્રગટાવીને વેલકમ ચેટીચંદના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ, ઉપરોકત કાર્યક્રમમાં પોરબંદર -રાણાવાવના સમસ્ત સિંધી સમાજના ભાઈઓ, બહેનો, બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમની મોજ માણી હતી. ભક્તિમય કાર્યક્રમમાં સર્વે સિંધી સમાજના ભાઈ-બહેનો નાચગાના સાથે ઝુમી ઉઠયા હતા.
ઉપરોકત કાર્યક્રમમાં સંત શિરોમણી શ્રી ખાનુરામ સાહેબ મંદિરના ગાદીપતિ સંતશ્રી સાંઇ મુલણશાહ, ભારતીમાતા તેમજ શ્રી ગુરૂનાનક મંદિરના ભાઈસાહેબશ્રી દિનેશભાઈ અમલાણી, સિંધી સમાજના ગોર મહારાજ શ્રી દેવીદાસ શર્મા તેમજ પોરબંદર સિંધી જનરલ પંચાયતના પ્રમુખ રવિભાઈ નેભનાણી, રાજેશ બજાજ, પોરબંદર સિંધી જનરલ પંચાયતના હોદેદારો ભીખુભાઈ ભાવનાણી, રાજુભાઈ ચીમનાણી, જીતુભાઈ ઘરેડી તેમજ પોરબંદર સિંધી સોની સોનાર પંચાયતના અનીલ શિરવાણી સહિત સિંધી સમાજના અનેક અગ્રણીઓ ખાસ હાજરી આપીને કાર્યક્રમને શોભાયમાન બનાવેલ.
સિંધી યુવા સેના તેમજ સિંધી માતૃશક્તિ સંગઠન દ્વારા આયોજિત વેલકમ ચેટીચંદના પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, શહેરભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયાએ ખાસ હાજરી આપીને સિંધી સમાજને પ્રોત્સાહિત કરીને કાર્યક્રમની શાન વધારેલ. ઉપરોકત સંતો તેમજ મહેમાનોનું સ્વાગત પોરબંદર સિંધી જનરલ પંચાયત તેમજ સિંધી યુવાસેનાના નીતીનભાઇ ભાવનાણી, અનીલ ચિમનાણી, બંટીભાઈ, અનીલ ચૈનાણી, લક્ષ્મણ સખીજા, જીતુભાઇ સખીજાની સાથે રવિભાઇ નેભનાણી, ભીખુભાઇ ભાવનાણી, રાજુભાઈ ચિમનાણી, જીતુભાઈ ઘરેડીએ સર્વે ઉપસ્થિત સંતો-મહંતો, મહેમાનોનું શાલ તેમજ ફૂલહાર સાથે આદર સત્કાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.
વેલકમ ચેટીચંદના પ્રોગ્રામમાં પરંપરા મુજબ છેલ્લે શ્રી લાલસાંઇના પંજડા સાથે શ્રી લાલસાંઇની ધુની તેમજ શ્રી લાલસાંઇની શ્રી મહાઆરતીનો ભવ્ય પ્રોગ્રામ સંપન્ન થયેલ, કાર્યક્રમના અંતે પોરબંદર સિંધી સમાજના ગોરમહારાજ દેવીદાસ શર્મા, સંતશ્રી ખાનુરામ સાહેબ મંદિરના ગાદીપતિ સંતરી મુલણશાહ, ભારતીમાતા દ્વારા શ્રીપલ્લવસાહેબ તેમજ ગુરૂનાનક મંદિરના ભાઈ દિનેશકુમાર અમલાણી દ્વારા અરદાસ સાહેબ કરવામાં આવેલ.
વેલકમ ચેટીચંદના પ્રોગ્રામમાં સિંધી યુવાસેના દ્વારા સર્વે સિંધી સમાજના ભાઈ-બહેનો માટે લંગર પ્રસાદ, ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિંધી જનરલ પંચાયતના ઉપપ્રમુખ ભીખુભાઈ ભાવનાણી દ્વારા કરવામાં આવેલ, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પોરબંદર સિંધી યુવા સેનાના નવનિયુકત પ્રમુખ નિતીન (સોનુ) ભાવનાણી, અનીલ ચિમનાણી, જીતેન્દ્ર સખીજા, જીતેન્દ્રભાઈ આહુજા, બંટીભાઈ ગંગવાણી, દીપકભાઈ ચૈનાણી, દી પકભાઈ સખીજા, લક્ષ્મણ સખીજા, ભાવેશ સુખવાણી સહિત અનેક સિંધી યુવા આગેવાનો, સેવાદારીઓએ જહેમત ઉઠાવી હતી.

