પોરબંદરના સુખપુર હાથિયાણી ગામે સ્ટ્રીટ લાઈટમાં તોડફોડ કરી હોવાની આશંકાના આધારે મહિલા સરપંચ ના પતી સહીત ચારે યુવાન ઉપર હુમલો કરીને અપહરણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
હાથીયાણી સુખપુર ગામે ઉગમણી વાડી વિસ્તારમાં રહેતા વનરાજ રામભાઈ મોઢવાડિયા(ઉવ ૨૯)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તા ૧૫ ના બપોર અઢી વાગ્યે તે ખેતરમાં ચોળીના પાકમાં પાણી પાતો હતો એ દરમિયાન તેમના ગામના સરપંચના પતિ મેરામણ રામ મોઢવાડિયા એ ફોન કરીને વનરાજ ને પૂછ્યું હતું કે તું કઈ જગ્યાએ છે? ગઈકાલે રાત્રે આપણા ગામમાં નવેક વાગ્યે તોડફોડ તે કરી છે આથી ફરિયાદી એ કહ્યું હતું કે હું તો ખેતરમાં પાણી પીવડાવુ છું હું ગામમાં આવેલો હતો પરંતુ લાઇટમાં તોડફોડ કરી નથી તેમ કહેતા મેરામણ બોલાચાલી કરવા લાગ્યો હતો અને તે જ લાઈટમાં તોડફોડ કરી છે હું તારી પાસે આવું છું તેમ કહીને ફોર વ્હિલ લઈને આવી પહોંચ્યો હતો.
ત્યારબાદ મેરામણ રામ મોઢવાડિયા અને તેની સાથેનો એક પરપ્રાંતીય મજુર રાકેશ અને બીજા બે અજાણ્યા મજુર ઈસમો એ ફરિયાદી વનરાજ મોઢવાડિયા ને માર માર્યો હતો અને ત્યારબાદ કારની આગળ સીટમાં બેસાડીને ગાડી લોક કરી દીધી હતી મજૂરો પાછળ બેસી ગયા હતા અને ત્યારબાદ મેરામણ ગાડી લઈ ગામમાં આવ્યો હતો અને પાનની દુકાને ગાડી ઉભી રાખીને ફાકી લેવા માટે ગયો ત્યારે કારનો લોક ખુલી જતા સમય સૂચકતા વાપરી ફરિયાદી ફોર વ્હિલનો દરવાજો ખોલી દોડીને નજીકમાં તેમના દાદી રૂડીબેન માલદે મોઢવાડિયાના મકાનની ડેલીમાં જતો રહ્યો હતો ત્યારબાદ મેરામણ તથા તેમના મજૂરો પણ ડેલી ની અંદર આવ્યા હતા અને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. આ દરમિયાન ફરિયાદીના ઘદીમાં વચ્ચે બચાવવા પડતા મેરામણ તેને પણ ધકો મારીને નીચે પછાડયા હતા. ત્યારબાદ મેરામણના અન્ય પરિવારજનો ત્યાં આવ્યા હતા અને તેને લઈ ગયા હતા.
ફરિયાદીને પગમાં લોહી નીકળતા હોવાથી અને તેમના ઘદીમાને પણ કાનના ભાગે લોહી નીકળતા હોવાથી ૧૦૮ ને જાણ કરીને ભાવસિંહજી હોસ્પિટલમાં ઘખલ થયો હતો અને બંનેની સારવાર ચાલુ છે. યાંથી તેણે ગામના સરપંચના પતિ મેરામણ રામ મોઢવાડિયા અને એમ.પી.ના મજુર રાકેશ અને અન્ય બે અજાણ્યા મજૂરો સામે સ્ટ્રીટ લાઇટ તોડયા ની શંકા વહેમ રાખીને અપહરણ કરી માર માર્યાનો ગુનો દાખલ કરાવ્યો છે