પોરબંદર ની મહિલા છેલ્લા ૭ માસ માં સતત ત્રીજી વખત નશા ની હાલત માં ઝડપાઈ છે.
પોરબંદર ના ઉદ્યોગનગર પોલીસમથકમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા વિરમ સરમણભાઈ આગઠે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ પોલીસમથકના પીએસઓ આર.એન. ભુતીયાએ મંગળવારે સાંજે ટેલિફોનીક વર્ધી આપી હતી કે જયુબેલી હાથી કેમિકલવાળી ગલીમાં રહેતી અસ્મિતા મનીષ ડાભી તેના રહેણાંક વિસ્તાર માંથી નશાની હાલતમાં પકડાઈ છે. તેથી તેની સામે કાર્યવાહી કરવાનું જણાવતા મનીષા થોથરાતી જીભે અને શરીરનું સમતોલપણુ પણ જાળવી શકતી ન હોવાથી તેની સામે પ્રોહીબીશન અંગે ગુન્હો નોંધીને ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે અસ્મિતા અગાઉ ગત તા ૨૩-૮ -૨૪ ના રોજ તેના જ વિસ્તાર માં નશા ની હાલત માં પતી સાથે બખેડો કરતી હતી આથી પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરતા બન્ને પતી પત્ની નશા માં ચકચૂર હોવાનું સામે આવ્યું હતું આથી બન્ને ની ધરપકડ કરાઈ હતી ત્યાર બાદ ગત તા ૨૬-૯ -૨૪ ના રોજ પણ તે નશા ની હાલત માં પકડાતા ધરપકડ કરાઈ હતી જેના નામ પર સમગ્ર રાજ્ય માં દારૂબંધી અમલ માં છે તે મહાત્મા ગાંધીજી ના જન્મસ્થળ પોરબંદર માં જ હવે મહિલાઓ દારૂ ના નશા મામલે પુરુષ સમોવડી બની રહી હોય તેમ મહિલા વધુ એક વખત નશા ની હાલત માં પકડાતા અનેક ચર્ચાઓ જાગી છે.