Wednesday, March 12, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં યુવતી ને ઘરે બોલાવી બે વખત દુષ્કર્મ આચરનાર શખ્સ ને ૧૦ વર્ષ ની સખ્ત કેદની સજા

પોરબંદર માં ૫ વર્ષ પૂર્વે યુવતી ને ઘરે બોલાવી દુષ્કર્મ આચરનાર શખ્સ ને કોર્ટે ૧૦ વર્ષ ની સખ્ત કેદ ની સજા ફટકારી છે.

આ ગુન્હાની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી/ભોગ બનનારે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ આપી બનાવની હકીકત જણાવેલ કે… ગઈ તા. ૧૬/૧૧/૨૦૨૦ ના રોજ પોતે ઘરેલ એકલી હાજર હતી તે દરમિયાન તેના વિસ્તારમા રહેતો વિપુલ ધીરુભાઈ સોલંકી બપોરના અરસમા તેણીના ઘરે આવેલ અને કહેલ કે મારી મમ્મી તને બોલાવે છે તેમ કહી પોતાના ઘરે જતો રહેલ બાદ ભોગ બનનાર વિપુલના ઘરે જતા તેણીને ઘરમા લઈ-જઈ, મારી મમ્મીને હમણાં બોલાવું છું તેમ કહી અને ત્યાર બાદ તેણીનો હાથ પકડી ઘરમા લઈ જઈ દરવાજો બંધ કરી બળજબરીથી શરીરસંબંધ બાંધેલ અને આ વાત કોઈને જણાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ એ રીતે આરોપીએ ભોગ બનનારને પોતાના ઘરમા ગોંધી રાખી બળજબરીથી બે વખત દુષ્કર્મ આચરેલ વિગેરે મતલબની ફરીયાદ જાહેર કરતા પોલીસે આરોપી વિપુલ ધીરુભાઈ સોલંકી સામે ઈ.પી.કો. કલમ-૩૭૬,૩૪૭, ૫૦૬(૨) વિગેરે મુજબનો ગુન્હો નોંધી આરોપીની ઘરપકડ કરતા આરોપીને કોર્ટ દવારા જેલ હવાલે કરવામા આવેલ તેમજ ત્યાર બાદ ગુન્હાના તપાસ કરનાર અધિકારીએ આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો હોય ચાર્જશીટ કરેલ.

ત્યારબાદ કેસ એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણ ની કોર્ટમાં ચલાવવામાં આવેલ જેમાં પ્રોસીકયુશન તરફે એડી.પબ્લિક પ્રોસીકયુટર અનિલ.જે.લીલા દવારા કુલ -૨પ જેટલા સાક્ષીઓ તથા કુલ-૨૯ જેટલા દસ્તાવેજ પુરાવાઓ રજુ કરવામાં આવેલ તેમજ પ્રોસીકયુસન તરફે ધારદાર દલીલો કરવામાં આવેલી, દલીલો કરી જણાવેલ કે… ભોગ બનનારને આરોપીએ પોતાની ઘરે બોલવી, ગોંધી રાખી બળજબરી પુર્વક દુષ્કર્મ આચરેલ અને આ અંગે કોઈને વાત કરશે તો મારી નાખવાની ઘમકી આપેલી અને ત્યાર બાદ બીજી વખત પણ એ જ રીતે બળજબરીથી દુષ્કર્મ આચરેલ હોય રેકર્ડ ઉપર રજુ રાખવામા આવેલ ફરીયાદી તથા સાહેદોની જુબાની તેમજ દસ્તવોજી પુરાવાઓ પરથી આરોપી સામેનો કેસ પુરાવાર કરવામા આવેલ હોય અને તકસીરવાન ઠરાવવા દલીલો કરેલી…જે અનુસંધાને કોર્ટ દવારા ઉપરોકત કામે રજુ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપી વિપુલ ધીરુભાઈ સોલંકી, રહે: જયુબેલી હાથી કેમિકલ્સ પાસે પોરબંદરવાળાને ઈ.પી.કો. કલમ-૩૭૬,૩૪૭, ૫૦૬(૨) વિગેરે મુજબના ગુન્હામા તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા તથા અલગ-અલગ કલમો હેઠળ સજાઓ કરી કુલ રૂ.૨૦,૦૦૦/- નો દંડનો હુકમ કરવામા આવેલ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે