પોરબંદરમાં કીર્તિમંદિર પોલીસમથકના સ્ટાફ દ્વારા દસ જેટલા અરજદારોને તેમના ગુમ થયેલા મોબાઇલ પરત આપ્યા હતા.ઉપરાંત સાયબર ફ્રોડમાંથી પણ રકમ પરત આપવી હતી. કુલ ૧ લાખ ૭૦ હજારનો મુદ્દામાલ અરજદારોને પરત સોંપવામાં આવ્યો હતો.જેના પગલે અરજદારો માં ખુશી જોવા મળે છે
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા અંગેની ખાસ સુચના આપેલ જે અંગે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.જે. ચૌધરીની રાહબરી હેઠળ કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ કુલ ૧૦ મોબાઈલ શોધી કાઢી અરજદારોને રૂબરૂમાં સોંપવામાં આવ્યા હતા. ગુમ થયેલા મોબાઇલ અંગે અરજદારો દ્વારા કરવામાં આવતી અરજી અન્વયે સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ સી.ઈ.આઈ.આર.પોર્ટલ દ્વારા ચુનાની ભઠ્ઠી પાસે રહેતા યોગીતાબેન દિલીપ સોલંકીનો ૧૦,૨૦૦ રૂા.નો ફોન, રેલ્વેસ્ટેશન રોડ પર યુ.કો. બેન્કની સામે રહેતા પારસકુમાર શરદકુમાર મજીઠીયાનો ૪૩ હજાર રૂપિયાનો ફોન, ભાટીયા બજારના રમેશભાઈ ગીગાભાઈ કોટીયાનો ૧૧,૪૯૦ રૂા.નો ફોન, ઠકકરપ્લોટના સુરેશચંદ્ર જમનાદાસ કોટેચાનો ૧૮ હજાર રૂપિયાનો ફોન, નવાગામના બાબર ઇકબાલ હાસમનો ૧૫,૫૦૦ રૂા.નો ફોન, વીરડીપ્લોટના આદિલ હમીદ હુસૈનીનો ૧૮,૪૯૯નો ફોન, વીરડીપ્લોટના વંદનાબેન વિજય ગોહેલનો ૧૧,૯૯૯નો ફોન, સુતારવાડાના શાહરૂખ સાજીદ હાલાઇપોત્રાનો ૧૦૦૨૮નો ફોન, મફતીયાપરામાં ઘાસગોડાઉન પાસે રહેતા મંજુબેન ભીમા ખાવડુનો ૮૦૫૦નો ફોન અને લકડીબંદરમાં ધર્મેશભાઈના દંગામાં રહેતા સુબોધરામ બીન્દેશ્વર રામનો ૧૧ હજાર રૂપિયાનો ફોન મળી આ તમામ અરજદારોના મોબાઈલ નંગ ૧૦ કિ. રૂા. ૧,૫૪,૭૬૬ના શોધી કાઢી પરત સોંપેલ છે.
આ કામગીરીમાં પી.આઈ. જે.જે. ચૌધરી, એ.એસ.આઈ. ડી.પી.વરૂ, હેડ કોન્સ્ટેબલ બી.ડી.ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ હોથીભાઈ અરજણભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ માલદેભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જયભાઈ રમેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કીર્તિબેન ભરતભાઈ રોકાયેલા હતા.







