પોરબંદર
પોરબંદર ચોપાટી ખાતે ગત મોડી રાત્રે મેજિક ડાન્સ રાઈડમાં આગ લાગી હતી.જે અંગે ફાયરબ્રિગેડ ને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડ ની ટીમે સ્થળ પર જઈ તુરંત આગ પર કાબુ મેળવ્યો હતો.
પોરબંદરની ચોપાટી પાસે ઓસીયાનીક ગ્રાઉન્ડ ખાતે અનેક નાની મોટી રાઇડ્સ રાખી ધંધાર્થીઓ પોતાનું ગુજરાન ચલાવે છે.ગત રાત્રે રાઇડ્સ બંધ થયા બાદ બારેક વાગ્યા આસપાસ અહી રાખવામાં આવેલ મેજિક ડાન્સ રાઈડમાં આગ લાગી હતી.જે અંગે જાણ થતા પોલીસ દ્વારા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી.ફાયરબ્રિગેડ ની ટીમે સતત વીસ મિનીટ સુધી પાણી નો મારો ચલાવી આગ ને કાબુ માં લીધી હતી.જેથી નજીક માં રહેલ અન્ય રાઇડ્સ નો બચાવ થયો હતો.જો કે રાઈડ ની એક બેઠક સળગી ને સંપૂર્ણ ખાક થઇ હતી.આગ કોઈ અસામાજિક તત્વોએ ઈરાદાપૂર્વક લગાવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિ એ ફાયરબ્રિગેડ ની ટીમ ને જણાયું હતું.જેથી તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરાવામાં આવી છે.
જુઓ આ વિડીયો