સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયેલા અને ભાજપની તમામ રણનીતીઓ ખોટી પાડીને અને રાણાવાવ અને કુતિયાણા માં ધારાસભ્ય કાંધલ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ની પેનલ નો ભવ્ય વિજય થયો છે. સમગ્ર ગુજરાતમાં ભાજપનો દબદબો રહેલો હોય ત્યારે માત્ર રાણાવાવ અને કુતિયાણામાં જ કાંધલભાઈ જાડેજા નું પ્રભુત્વ રહેલ છે. અને ભાજપ ના વિજય રથને પોતાની આગવી સુઝ, આવડત અને રાજકીય ચોકઠા ગોઠવવાની કાબેલીયત ના જોરે રાણાવાવ કુતિયાણામાં કાંધલભાઈ જાડેજા ની આગેવાનીમાં સમાજવાદી પાર્ટી ની બહુમતી આવેલી હોય અને તેની નોંધ રાષ્ટ્રીય લેવલે પણ લેવાયેલ છે.
ત્યારે ચુંટણી પરીણામના બીજા જ દિવસે કાંધલભાઈ જાડેજા તેના અંગત મિત્રો એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા એમ. જી. શીગરખીયા ને મળવા માટે ડીસ્ટ્રીકટ કોર્ટ ના બાર રૂમમાં આવેલા હતાં. અને તમામ એડવોકેટો સાથે વિકાસ ના કામોની ચર્ચાઓ કરેલી હતી. અને પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન ના હોદેદારોએ પણ તેનુ અભિવાદન કરેલુ હતું. અને શુભેચ્છા મુલાકાતે આવવા બદલ આભારની લાગણી વ્યકત કરેલી હતી. અને તે રીતે ચુંટણીના પરીણામોમાં જીત મેળવેલી હોવા છતાં પણ કાંધલભાઈ પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન ના સભ્યોને મળવા માટે ખાસ પધારેલા હોય ત્યારે તેની આગવી સ્ટાઈલઝ બીજા રાજકીય લોકો માટે પ્રેરણારૂપ બની ગયેલ છે. અને જીત પછી પણ મિત્રોને ન ભુલવાની કાંધલભાઈ ની આવડત ને તમામ વકીલોએ શબ્દોથી બીરદાવેલી હતી.
અને કાંધલભાઈ દ્રારા પણ તમામ વકીલમિત્રો ને સામાન્ય રીતે રાજકીય માણસો ની જરૂર પડતી નથી. તેવુ જણાવી આમછતાં કયારેય કોઈપણ કામ માટે જરૂર પડે તો જાણ કરવાની અને કામ થઈ જશે તેવી ખાત્રી આપેલી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ ભરતભાઈ લાખાણી એ કરેલુ હતું. અને મોટાભાગના સીનીયર તથા જુનીયર એડવોકેટો હાજર રહેલા હતાં.

