પોરબંદર માં સિંધી સમાજના પૂજ્ય માતા સાધણીજીનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં મોટી સંખ્યા માં સિંધી પરિવારો જોડાશે.
સંત શિરોમણી શ્રી ખાનુરામ સાહેબજી, પૂ. માતા સાધણી સાહેબજીનું મંદિર મેમણવાડા પોરબંદર ખાતે આ વર્ષે પરમ પૂજય માતા સાધણી સાહેબની વરસી ઉત્સવ તા.૧૯/૦૨/૨૦૨૫ ના બુધવારે ધામધૂમથી ઉજવાશે, સંત શિરોમણી શ્રી ખાનુરામ સાહેબ, પરમ પૂજય માતા સાધણી સાહેબ મંદિર, થલ્હી સાહેબ, મેમણવાડા, પોરબંદરના ગાદિનશીન સંત શ્રી સાંઈ દાંદુરામ સાહેબજીની અસીમ કૃપાથી ગાદિપતી સંતશ્રી સાંઈ મુલણશાહ ભારતીમાતાના સાનિધ્ય થી પૂ. માતા સાધણી સાહેબજીનો વાર્ષિક ઉત્સવ તા.૧૯/૦૨/૨૦૨૫ ના બુધવાર ના રોજ સવારે ૯-૦૦ થી ૧૦-૦૦ સુધી પૂજન વિધીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. પૂજનવિધી સિંધી સમાજના બ્રાહ્મણ દેવતા શ્રી દેવીદાસ શર્મા ધાર્મિક મંત્રોચાર સાથે પૂજન વિધી કરાવશે. સવારે ૧૦-૦૦ થી ૧૧-૩૦ સુધી પોરબંદરની પ્રખ્યાત શ્રી હેમનભાઈ ભાવનાણી, સોનુ ભાવનાણીની છમાછમ ટોલીનો રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સવારે ૧૧-૩૦ થી ૧૨-૦૦ સુધી ગાદિપતી સંતશ્રી સાંઈ મુલણશાહ ભારતીમાતાનો સત્સંગ પ્રવચન રાખવામાં આવેલ છે. બપોરે ૧૨-૦૦ કલાકે પરમ પૂજય માતા સાધણી સાહેબજીની ધૂની નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. બપોરે ૧૨-૧૫ કલાકે શ્રી આરતી સાહેબ, શ્રી પલ્લવ સાહેબ લોલી, માનતા, બાસ નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. શ્રી પલ્લવ સાહેબના બાદ સર્વ સંગત માટે પ્રસાદ રાખવામાં આવેલ છે.
પોરબંદર સમસ્ત સિંધી સમાજ તેમજ બહારગામથી પધારેલ ભકતજનો મો લંગર પ્રસાદ ભંડારો સિંધી જ્ઞાતિની વંડી સિન્ધુ ભવનમાં બપોરે ૧-૦૦ થી ૩-૦૦ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે.
ગાદિપતી સંતશ્રી મુલણશાહ વધુમાં જણાવે છે કે, પરમ પૂજય માતા સાધણીની વરસી ઉત્સવો હાલમાં સુરત અને વડોદરા ખાતે પુર્ણ થયેલ છે તેમજ હવે પછી પરમ પૂજય માતા સાધણી સાહેબની વરસી ઉત્સવો ગામે-ગામે ઉજવવામાં આવશે. જેમાં અમદાવાદ, પાલીતાણા, રાજકોટ, ધોરાજી, વેરાવળ, કોડીનાર, વંથલી, જેતપુર, ઉપલેટા, કુતિયાણા, બાંટવા, માણાવદર, જુનાગઢ, મેંદરડા, જામનગર, કેશોદ સહિત વિવિધ શહેરો ક્રમવાર માતા સાધણી સાહેબની વરસી ઉત્સવો ધામધૂમથી ઉજવાશે, પોરબંદરના મુખ્ય સ્થાને તા.૧૯/૦૨/૨૦૨૫ ના બુધવારે સવારે ૯-૦૦ થી બપોરના ૧૨-૩૦ વાગ્યે થલ્હી સાહેબ, મેમણવાડા ખાતે માતા સાધણી સાહેબનો વાર્ષિક ઉત્સવ દિવ્ય ભવ્ય રીતે ઉજવવામાં આવશે, વરસી ઉત્સવમાં સર્વ સંગતને હાજરી આપવા સાદર નિમંત્રણ આપવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિર થલ્હી સાહેબના આયોજકશ્રીઓ સતિષભાઈ નવલાણી, રાજાભાઈ નવલાણી, સુનિલ નવલાણી તેમજ પરમ પૂજય માતા સાધણી સાહેબ સેવા સમિતિના સેવાદારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
