પોરબંદર માં મહિલાનું નિધન થતા તેમની ચામડીનું દાન આપવામાં આવ્યું છે ઉપરાંત દેહદાન અને ચક્ષુદાન પણ કરવામાં આવ્યા છે.
તા.૭.૨.૨૦૨૫ના રોજ સ્વ.શાંતિલાલ માધવજી રાયઠઠ્ઠા, રાજેન્દ્રભાઈ, સુરેશભાઈ, પ્રફુલભાઇ પરિવાર તેમજ કમલેશભાઈના પત્ની અને ધનંજય અને બિંન્દ્રાના માતુશ્રી ભારતીબેન કમલેશભાઈ રાયઠઠ્ઠા, (ઉ.વ.૫૪)નો રાત્રે આશરે ૯:૪૫ વાગ્યે સ્વર્ગવાસ થતા રાયઠઠ્ઠા પરિવારે ચક્ષુદાન, ચામડીનું દાન અને દેહદાન આપી દાનનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ છે. સ્વ.ભારતીબેનનું અવસાન થતા રાયઠઠ્ઠા પરિવાર અને ડો.અશોકભાઈ કક્કડે તરતજ સર્જન પરિવારના ડો. નીતિન પોપટ,આનંદભાઈ રાજાણી અને રાજેશભાઇ વીશનજીભાઈ માણેકને સ્કિનદાન, ચક્ષુદાન અને દેહદાન આપ્યા હતા.
રાયઠઠ્ઠા પરિવારે આપેલ સ્કિનદાન પોરબંદર જિલ્લામાં મળેલ પ્રથમ છે.ગંભીર રીતે દાઝી ગયેલા અને અકસ્માતે વધુ ચામડી નીકળી ગઇ હોય તેવા દર્દીઓની જીંદગી બચાવવા માટે સ્વજનનાં મૃત્યુ બાદ ચામડીનું દાન આપી શકાય.મોટાભાગ લોકોને સ્કિનદાન આપી શકાય અને એના વડે દાઝેલાની જિંદગી બચાવી શકાય એનો ખ્યાલ હોતો નથી. સ્કિનદાન લેવા માટે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, રાજકોટ જિલ્લા બ્રાંચ સંચાલીત રોટરી ગ્રેટર સ્કિન બેંકના ચેરમેન ડો.દિપક એમ નરોલાનો સંપુણ સહયોગ મળેલ હતો.આ દાન લેવા માટે સ્કિનબેંકની ટીમના રીનાબેન મકવાણા, માનવ મકવાણા, મનોજ પુંદીર, માનસિંગ ચાવડા, અશોક પરમાર અને મહેશ કંદારાએ રાત્રે ૧:૩૦ વાગ્યે રાજકોટથી પોરબંદર આવીને સેવા આપી હતી.આ દાન ઘરેથી કે હોસ્પિટલેથી વિનામુલ્યે લઇ જવાય છે.
દાન આપ્યા પછી ચહેરો કે શરીર બીલકુલ વિકૃત લાગતું નથી.દેહદાન માટે પોરબંદરની જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજના ડીન ડો. સુશીલકુમાર અને એનેટોમી વિભાગનાં વડા ડો.મયંકકુમાર જાવિયા, એનેટોમી વિભાગના રાજેશભાઇ પરમાર,ઉત્સવભાઈ, ધ્રુવભાઈ અને વિનીતભાઈનો સંપુર્ણસહયોગ મળેલ હતો.મેડીકલ કોલેજનાં ડીન ડો. સુશીલકુમાર, ડો.મયંકકુમાર જાવિયા અને “સર્જન પરિવાર”નાં ડો.નીતિન પોપટ રાયઠઠ્ઠાપરિવારના આભારી છે.પોરબંદર જિલ્લામાં સ્કિનદાન, નેત્રદાન અને દેહદાન કરવા માટે તેમજ કીકીને કારણે અંધનો અંધાપો દુર કરવા માટે ડો. નીતિન પોપટ મો.નં.૯૪૨૬૨૪૧૦૦૧ / ૯૩૨૮૦૬૬૮૬૮ પર ૨૪ કલાક -૩૬૫ દિવસ સંપર્ક કરવા જણાવ્યું છે.
પોરબંદર જિલ્લામાં દેહદાન કરવા માટે પોરબંદરની જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજના ડો. મયંકકુમાર જાવીયા મો.નં. ૯૪૨૮૨૪૨૪૪૫, ડો. સંજય ચાવડા મો.નં. ૮૮૬૬૩૮૫૬૬૦ ઉપર ફોન કરી ૨૪ કલાક-૩૬૫ દિવસ બોલાવશો તેવી બધાને અપીલ છે.