Thursday, January 30, 2025

|| तुम रक्षक काहू को डरना ||

મોકરસાગરનું પ્રથમ વખત મહેમાન બન્યું ” ઇજિપ્સિયન ગીધ”:પક્ષીવિદ બન્યા રોમાંચિત

પોરબંદર નજીક આવેલ મોકરસાગર વેટ લેન્ડ માં પ્રથમ વખત જ ઈજિપ્શિયન ગીધ પક્ષી નજરે ચડતા પક્ષીવિદો માં ખુશી જોવા મળે છે.

પક્ષીનગર તરીકે આગવી ઓળખ ધરાવતા પોરબંદરમાં શિયાળા ના સમય માં મહેમાન બનતા પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ પક્ષીપ્રેમીઓ, વાઇલાઇફ ફોટોગ્રાફરો માટે સ્વર્ગ સમાન તથા લોકપ્રિય સ્થાન ધરાવે છે. શિયાળા ના સમય માં દેશ વિદેશ થી લાખો પક્ષીઓ પોરબંદર તથા આસપાસના જળપલ્લવિત વિસ્તારોમાં આવે છે. જેમાં કેટલાક અલભ્ય પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. મોકરસાગર વેટલેન્ડ વિસ્તારમાં તાજેતર માં ” ઇજિપ્સિયન ગીધ / ખેરો ગીધ” નામનું પક્ષી જોવા આવ્યું હતું.

આ પક્ષી પોરબંદર વિસ્તારમાં પ્રથમ વખત જોવા મળ્યું છે. તથા તેનો આ પ્રથમ ફોટોગ્રાફિક રેકોર્ડ માનવામાં આવે છે. પુખ્ત પક્ષીનો દેખાવ સફેદ રંગનો તથા ચહેરો પીળા રંગ નો હોય છે. જયારે અપૂખ્ત / જુવેનાઇલ નો રંગ ભૂખરા રંગનો હોય છે. ઊડતી વખતે પૂંછના ભાગમાં ફાચર જેવો આકાર દેખાય છે. આ પક્ષી કુદરતી સફાઈ કામદારની ભૂમિકા ભજવે છે. જેનો આહાર મરેલા ઢોર, સસ્તન પ્રાણીઓ, સરીસૃપ વગેરે હોય છે. આ પક્ષીની વિશેષતા એ છે કે તે પથ્થરનો ઉપયોગ હથોડી ની જેમ કરી પોતાના શિકારના નાના ભાગ કરીને ખાય છે. તેની ચાંચ માસ ને ચીરી ખાવા માટે સક્ષમ હોય છે. વેટલેન્ડ માં બર્ડિંગ દરમિયાન આ પક્ષીની પક્ષીવિદ દિનેશભાઇ કારેણા તથા ધવલભાઈ ભૂતિયા દ્વારા ઓળખ કરવામાં આવી હતી જે અંગે જાણ કરતા વિક્રાંતસિંહ ઝાલા દ્વારા આ પક્ષીનો ફોટોગ્રાફીક રેકોર્ડ લેવામાં આવ્યો હતો.પોરબંદરના પ્રાંત અધિકારી. જાદવ , પંકજ અગ્રાવત, રાજુભાઈ ખોડભાયા, ભાસ્કરભાઈ એસ જે એ પણ આ પક્ષીને મોકરસાગર વેટલેન્ડમાં જોતા ખુશખુશાલ થઇ ગયા હતા.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે