પ્રજાસત્તાક પર્વની ઉજવણી અનુસંધાને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના કુલ ૪૬ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં પોરબંદરમાં હોમગાર્ડના બે જવાનોને મુખ્યમંત્રી મેડલ અને એસ.આર.ડી.ના એક જવાનની પણ રાજ્યપાલના ચંદ્રક માટે પસંદગી થઇ છે.
૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રશંસનીય અને વિશિષ્ટ સેવાની કદર રૂપે અલગ- અલગ પ્રકારના મેડલ જાહેર થયા છે. જેમાં પોરબંદર હોમગાર્ડના બે જવાનો આસીસ્ટન્ટ સેકશન લીડર બાબુભાઇ બચુભાઈ માવદીયા કે જેઓ માધવપુર યુનીટના છે. તથા હોમગાર્ડ જવાન ધર્મેન્દ્રસિંહ મોતીભા જેઠવા જે પોરબંદરના છે તેમને બંનેને મુખ્યમંત્રીના ચંદ્રક એનાયત કરવામાં આવશે.
તે ઉપરાંત રાજ્યપાલના ચંદ્રકોમાં સાગર રક્ષક દળના સભ્ય કિશન વાલજીભાઈ કાણકીયાને આ ચંદ્રક એનાયત કરવામાં આવશે તેવુ જાહેર થયુ છે. પોરબંદર હોમગાર્ડ અને એસ.આર.ડી.ના જવાનોને મેડલ આપવાની જાહેરાત થતા ખુશીની લાગણી જોવા મળી છે. અને તેઓને શુભેચ્છા આપવામાં આવી છે.