પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવતું વનાણા ટોલનાકું દુર કરવા સામાજિક કાર્યકર દ્વારા કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરાઈ છે.
પોરબંદર ના સામાજિક કાર્યકર દિનેશ માંડવીયા એ કલેકટર,મ્યુનિસિપલ કમિશ્નર સહીત ઉચ્ચ કક્ષા એ કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે શહેરને તા.૧/૧/૨૦૨૫ના રોજથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. અને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાની સાથે વિવિધ જાતના વેરાઓનો વધારાનો બોજ પણ ની જનતાને માથે લાદી દેવામાં આવ્યો છે. તેઓને મળેલી માહિતી મુજબ મહાનગરપાલિકાની હદના ૨૦ કિમી ની અંદર કોઈ ટોલનાકાઓ હોવા ન જોઈએ. પરંતુ મનપા માં તાજેતર માં ભેળવાયેલ વનાણા પાસે આવેલ ટોલનાકુ મનપા ની હદ માં જ આવે છે. તેમજ ૨૦ કીમીના રેસિયામાં પણ આવે છે.
આથી આ ટોલનાકુ દુર કરાવાની જવાબદારી કલેકટર તથા કમિશ્નર ની છે. વેરો ઉઘરાવામાં અને પ્રજાને દંડ કરવામાં જે તત્પરતા દાખવવામાં આવી રહી છે. તેનાથી વધારે તત્પરતા દાખવી તાકીદે આ ટોલનાકુ દુર કરાવવા રજૂઆત માં જણાવ્યું છે. અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની પણ ચીમકી આપી છે.