Thursday, July 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના સાન્દીપનિ શ્રીહરિ મંદિરના ૧૯માં પાટોત્સવની અનેકવિધ દિવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી થશે

પોરબંદર ના સાન્દીપનિ શ્રીહરિમંદિરના ૧૯માં પાટોત્સવની અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે.

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં શ્રીહરિ મંદિરનો ૧૯મો પાટોત્સવ તા.૦૨/૦૨/૨૦૨૫ થી ૦૪/૦૨/૨૦૨૫ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો, આધ્યાત્મિક પ્રવચનો અને સેવાકીય કાર્યક્રમોના ત્રિવેણી સંગમ સાથે સંપન્ન થશે.

ભાગવત ચિંતન શિબિર
શ્રીહરિ મંદિરના ૧૯મા પાટોત્સવમાં પૂજ્ય ભાઈશ્રીનિ ઉપસ્થિતિમાં પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ ભાગવત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૦૨/૦૨/૨૦૨૫ થી ૦૪/૦૨/૨૦૨૫ એમ ત્રિદિવસીય ભાગવત ચિંતન શિબિરમાં ગુજરાતના પ્રતિષ્ઠિત વિદ્વાનો તથા સાંદીપનિના ભૂતપૂર્વ ઋષિઓ દ્વારા શ્રીમદ્ભાગવતના વિષયને લઈને વ્યાખ્યાન આપવામાં આવશે. આ ત્રણેય દિવસોના ચાર સત્રોમાં સવારના સત્રમાં ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન અને બપોરપછીના સત્રમાં 3:૩૦ થી ૬:૩૦ દરમ્યાન વ્યાખ્યાન થશે.

૨૯મો સાંદીપનિ ગૌરવ અવાર્ડ સમારોહ
શ્રીહરિમંદિરના ૧૯મા પાટોત્સવ દરમ્યાન પ્રતિવર્ષ અનુંસાર પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૨૯મો સાંદીપનિ ગૌરવ અવાર્ડ સમારોહ, તા.૦૨-૦૨-૨૪, રવિવાર સાંજે ૪:૦૦ થી ૬:૦૦ દરમ્યાન સાંદીપનિ સભાગૃહમાં સંપન્ન થશે.

પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ દ્વારા છેલ્લા ૨૮વર્ષોથી પોતાના ક્ષેત્રમાં અનુપમ યોગદાન આપનારા મહાનુભાવોનું દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને રાજર્ષિ અવોર્ડથી ભાવપૂજન કરવામાં આવે છે. એ ઉપક્રમમાં આ વર્ષે ૨૯મા ગૌરવ અવોર્ડ સમારોહમાં પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોના કરકમલો દ્વારા શિવાનંદ આશ્રમ અમદાવાદના પરમ પૂજ્ય શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજને દેવર્ષિ એવોર્ડ, નવી દિલ્હીના પ્રો.ડો.શશીપ્રભાકુમારને બ્રહ્મર્ષિ એવોર્ડ, સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક શ્રી કેશવભાઈ હરિભાઈ ગોટીને રાજર્ષિ અવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવશે.

ધાર્મિક કાર્યક્રમો
નૂતન ધ્વજારોહણ એવં ઝાંખી દર્શન
આ ત્રિદિવસીય પાટોત્સવમાં શ્રીહરિ મંદિરમાં બિરાજિત સર્વે વિગ્રહોના શિખરો પર વિધિવત પૂજન સાથે તા. ૦૨-૦૨-૨૫ તથા તા.૦૪-૦૨-૨૫, ત્રણેય દિવસ નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. આ સાથે તા.૦૩-૦૨-૨૫, સોમવારે શ્રીહરિ મંદિરમાં દિવ્ય ઝંખીના દર્શન યોજાશે. જેના દર્શનનો સર્વે ભાવિકો સાંજે ૪:૩૦ થી રાત્રે ૮:૩૦ દરમ્યાન લાભ લઈ શકશે.

ગોપૂજન – ગોવર્ધન પૂજન એવં અન્નકૂટ દર્શન
શ્રીહરિ મંદિરના ૧૯મા પાટોત્સવમાં તા.૦૨-૦૨-૨૦૨૫, રવિવારે વસંતપંચમીના પાવન દિવસે સવારે ૮:૩૦ વાગ્યે શ્રીહરિ મંદિરમાં આવેલ શ્રીહરિની બગીચીમાં પૂજ્ય ભાઇશ્રી અને મનોરથી પરિવારદ્વારા વિધિવત ગૌપૂજન તથા ગોવર્ધન પૂજા સંપન્ન થશે. આ સાથે વસંતપંચમીના મંગલ અવસર પર શ્રીહરિ મંદિરમાં શ્રીલક્ષ્મી નારાયણ સહિત બિરાજમાન દરેક વિગ્રહોને અન્નકૂટનો ભોગ અર્પણ કરવામાં આવશે. જેમાં મધ્યાહ્નમાં ૧૨:૩૦ વાગ્યે પૂજ્ય ભાઇશ્રીના પાવન કરકમલોથી અન્નકૂટ આરતી કરવામાં આવશે. અન્નકૂટ મનોરથના દિવ્ય દર્શનનો લાભ સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ અને સાંજે ૪:૩૦ થી રાત્રે ૮:૦૦ સુધી સર્વે ભાવિકજનો લઈ શકશે.

પાટોત્સવ મહાઅભિષેક એવં પાલખી યાત્રા
શ્રીહરિ મંદિરમાં વર્ષ ૨૦૦૬ની મહા સુદ સપ્તમી, રથસપ્તમીના દિવસે બધા જ દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આથી દર વર્ષે રથસપ્તમીના દિવસે દરેક વિગ્રહોનો મંગલ અભિષેક કરવામાં આવે છે જેના લાઇવ દર્શનનો લ્હાવો મળે છે. એ ઉપક્રમ અનુસાર આ ૧૯મા પાટોત્સવ પ્રસંગે તા.૦૩/૦૨/૨૫, રથ સપ્તમીના સવારે ૮:૦૦ વાગ્યાથી પૂજ્ય ભાઇશ્રી અને ઋષિઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર શ્રીહરિ મંદિરમાં બિરાજિત તમામ શ્રીવિગ્રહો પર વિવિધ દ્રવ્યોથી મહાઅભિષેક, પૂજન અને તિલકવિધિ કરવામાં આવશે. જ્યારે આ જ દિવસે સાંજે સાયં આરતી બાદ ૮:૦૦ વાગ્યે પૂજ્ય ભાઇશ્રીના સાન્નિધ્યમાં સાંદીપનિ નગરદર્શનના ભાવથી શ્રીઠાકોરજીની દિવ્ય પાલકીયાત્રા સંકીર્તન સાથે સંપન્ન થશે.

સેવાકીય કાર્યક્રમ
શ્રીહરિ મંદિરના ૧૯મા પાટોત્સવ અંતર્ગત સેવાયજ્ઞના ભાવસ્વરૂપે નિ:શુલ્ક ત્રણ મેડિકલ કેમ્પ સંપન્ન થશે. જેમાં તા.૦૨-૦૨-૨૦૨૫ થી તા.૦૪-૦૨-૨૦૨૫ સુધી દંતયજ્ઞ કેમ્પ સંપન્ન થશે.
તા. ૦૨-૦૨-૨૦૨૫, રવિવારના રોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ દરમ્યાન લોહીની નસોનો નિદાન કેમ્પ યોજાશે. જેમાં લોહીના લગતા તમામ રોગોનું નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા નિદાન કરવામાં આવશે
આ સાથે તા. ૦૨-૦૨-૨૦૨૫, રવિવારના રોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ દરમ્યાન ન્યૂરો ફિજીશ્યન કેમ્પ યોજાશે. જેમાં મગજની બીમારીને લગતા રોગોનું ડોક્ટરોની ટીમ દ્વારા નિદાન કરવામાં આવશે. ઉપરોક્ત ત્રણેય કેમ્પ સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે યોજાશે.

સાંસ્કૃતિક કાર્યક્રમ
શ્રી હરિ મંદિરના ૧૯મા પાટોત્સવ દરમ્યાન તા.૦૨-૦૨-૨૫, રવિવારના રોજ સાંદીપનિ ગુરુકુળ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ થશે તથા તા. ૦૩-૦૨-૨૦૨૫, સોમવારના રોજ સાંદીપનિ ઋષિકુલના ઋષિકુમારો દ્વારા સાંસ્કુતિક કાર્યક્રમની પ્રસ્તુતિ થશે.

શ્રીહરિ મંદિર ૧૮મા પાટોત્સવના મુખ્ય મનોરથી તરીકે ભગવદીય શ્રી પ્રહ્લાદભાઈ શંકરલાલ ઠક્કર પરિવાર, આંજનેય ગ્રુપ (અમદાવાદ) સેવા આપશે. શ્રીહરિ મંદિરના આ દિવ્ય પાટોત્સવમાં યોજાનાર દરેક કાર્યક્રમો એવં શ્રી હરિ મંદિરના વિવિધ મનોરથના દર્શનનો લાભ તથા લેવા માટે સાંદીપનિ પરિવાર નિમંત્રણ પાઠવે છે. દર્શનાર્થે આવનાર તમામ ભાવિકો માટે બપોરના સમયે ભોજનપ્રસાદની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે