Wednesday, January 15, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના વકીલો દ્વારા કમલાબાગ થી કિર્તીમંદિર સુધી કાળો કોટ પહેરી બેનર સાથે વિરોધ યાત્રા નું આયોજન:જાણો કારણ

પોરબંદર માં વકીલો દ્વારા તા ૧૮ ના રોજ જેતપુર ના દુષિત પાણી ની વિરોધયાત્રા યોજાશે જેમાં મોટી સંખ્યા માં વકીલો કાળો કોટ પહેરી જોડાશે.

પોરબંદરનો દરિયા કિનારોએ ગુજરાતનો શ્રેષ્ઠ કિનારો છે. અને મુંબઈની જેમ જ પોરબંદરવાસીઓ પણ દરિયાકિનારે ખુબ મોજ કરતા હોય છે. પરંતુ કોઈપણ જાતનાં કારણો વગર અને પોરબંદર શહેરને કાઈ લાગતું-વળગતું ન હોવા છતાં જેતપુરનાં કારખાનાઓનું દુષિત પાણી પોરબંદરનાં દરિયા કિનારે ઠાલવવાની સરકારે જે યોજના બનાવેલ છે. જે પોરબંદરનાં રહેવાસીઓ માટે તેમજ પોરબંદરનાં ફિશિંગ ઉધોગ માટે ખુબ જ નુકસાનકારક હોય અને તેથી પોરબંદરમાં તેનો વિરોધ થઇ રહેલ છે.

ત્યારે પોરબંદરનાં વકીલ મંડળ દ્વારા પણ નવતર પ્રકારે વિરોધ કરી અને તા.૧૮/૦૧/૨૦૨૫ ના રોજ બપોરનાં ૧૨:૦૦ વાગ્યે કમલાનેહરુ બાગથી હાથમાં બેનરો સાથે કીર્તિમંદિર સુધીની “વિરોધ યાત્રા” કાઢવાના હોય અને તે રીતે આવું દુષિત પાણી જો શુદ્ધ કરવાનું હોય તો તેનો ઉપયોગ જેતપુરનાં રહેવાસીઓ જ શું કામ નથી કરતા ? તે મોટો સવાલ હોય અને ક્યારેક ને ક્યારેક તો ફિલ્ટર પ્લાન્ટ બગાડવાનો જ છે અને ત્યારે સીધો જ કેમિકલયુક્ત કદડો પોરબંદરનાં દરિયામાં ઠાલવવાનો હોય અને ત્યારે પોરબંદરનાં દરેક નાગરીકોને જાગૃત કરવા અને દરેક રહેવાસીઓની સરકારનાં પ્રોજેક્ટનો વિરોધ કરવાની ફરજ અને જવાબદારી હોય અને બિન રાજકીય રીતે માત્ર પોરબંદરનું હિત વિચારી સીનીયર, જુનિયર તમામ એડવોકેટઓ પોતાના ડ્રેસકોડમાં આ “વિરોધ યાત્રા” માં જોડાવવાના હોય ત્યારે હવે માત્ર ખારવા સમાજ જ નહિ કે “સેવ પોરબંદર સી” નાં સભ્યો જ નહિ પરંતુ પોરબંદરનાં દરેક નાગરીકોએ જે રીતે ગાંધીજીએ આગેવાની લઈ આ દેશને આઝાદ કરાવ્યો તે રીતે પોરબંદરનાં દરેક નાગરિકે આગેવાની લઇ કોઈપણ સંજોગોમાં આ પ્રોજેક્ટને રદ્દ કરાવવા માટે પ્રયત્નો કરાવવા જોઈએ અને તેનાં ભાગરૂપે જ આ વિરોધ યાત્રાનું આયોજન થયેલ છે.

અને જરૂર પડયે ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ સુધી આ લડતને ચાલુ રાખવા માટે પણ વકીલ મંડળનાં પ્રમુખ નીલેશ જોષી, ઉપપ્રમુખ રાજુ સરવાણી તથા સેક્રેટરી ચંદુ મારું તથા જોઈન્ટ સેક્રેટરી અનીલ સુરાણી તથા ટ્રેઝરર રાકેશ પ્રજાપતિ તથા હારુનભાઈ સાટી તથા પોરબંદરનાં સીનીયર એડવોકેટ ભરતભાઈ લાખાણી, એમ.જી.શીંગરખીયા તથા શાંતીબેન ઓડેદરા તથા શૈલેશભાઈ પરમાર સહીતનાં તમામ એડવોકેટે આહ્વાન આપેલ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે