પોરબંદરમાં મચ્છીના યુવા ઉદ્યોગપતિ અને તેના કૌટુંબિક કાકાની મળી ૨૫ લાખ રૂપિયાની કિંમતની ૨ કાર મૂળ પોરબંદર તથા હાલ અમદાવાદ રહેતા તેના મિત્ર એ વેચાણ અર્થે તથા વાપરવા લઇ ગયા બાદ પરત ન આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા અને કાન ફૂડ નામની મચ્છીની ફેકટરી ચલાવતા મિહિર હરિરામ ચમ(ઉવ ૩૩)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ પાંચેક વર્ષ પહેલા સાંઇબાબાના મંદિર પાસે રહેતો રોમી સુભાષ મોરઝરીયા અમદાવાદ સ્થાયી થયો હતો અને મિહિરનો ફલેટ પણ અમદાવાદ હોવાથી અવારનવાર અમદાવાદ જાય ત્યારે રોમી સાથે મુલાકાત થતા તે મિત્ર બની ગયો હતો. ૨૦૨૨માં રોમી મિહિરના ફ્લેટે આવી કાર વાપરવા માંગતા મિહિરે તેના કૌટુંબિક કાકા રમેશભાઇ કાનજીભાઈ ગોહેલની ૮ લાખની કીમત ની કાર વાપરવા આપી હતી.
તે દરમ્યાન મિહિરે રોમીને પોતાની કાર વેચવી હોવાનું જણાવતા તા ૧૫-૬- ૨૦૨૩ના મિહિરે તેની કાર નું ગ્રાહક છે અને તેના ૨૩ લાખ રૂપિયા આવશે તેવું જણાવતા મિહિરે તેને કાર મોકલી આપી હતી રોમી એ ગ્રાહક આવે એટલે વાત કરવા જણાવ્યું હતું ત્યાર બાદ અવારનવાર કાર બાબતે પૂછતા ગ્રાહક મળ્યા ન હોવાનું જણાવી બહાના બતાવતો હતો અને કાર પણ પરત આપતો ન હતી આથી મિહિર ની ૧૭ લાખ ની કાર અને તેના કાકા ની ૮ લાખ ની કાર મળી ૨૫ લાખ ની બે કાર લઇ ગયા બાદ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.