પોરબંદર માં દોઢ વર્ષ પૂર્વે સગીરા નું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર જામનગર ના શખ્સ ને કોર્ટે ૧૦ વર્ષ તથા અપહરણ માં મદદગારી કરનાર શખ્શ ને કોર્ટે ૩ વર્ષ સખ્ત કેદ ની સજા ફટકારી છે.
જામનગર રહેતા સમીર ભરતભાઈ મારુ નામના શખ્સે દોઢ વર્ષ પૂર્વે પોરબંદર ના કિર્તીમંદિર પોલીસ મથક વિસ્તાર માં રહેતી સગીરા ને પ્રેમજાળમા ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. અને અનીલ ધીરુભાઈ અગેસાણીયાની મોટર સાયકલમાં બન્ને એ પોરબંદર આવી સગીરા નું અપહરણ કર્યું હતું. અને જામનગર સમીરના ઘરે લઈ જઈ ત્યાં સમીરે ભોગ બનનાર સાથે શરીર સબંધ બાંધ્યો હતો. જે અંગે સગીરા ના વાલી એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે કેસ એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણની કોર્ટમાં ચાલી જતાં પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ જેઠવા દવારા ૪૮ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૧ સાહેદો તપાસવામાં આવ્યા હતા. તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી જે અનુસંધાને સમીરને ૧૦ વર્ષની સખત કેદની સજા તથા અનીલને ૩ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૬,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.