પોરબંદર સિવિલ હોસ્પિટલ માં બોગસ ડોકયુમેન્ટ રજુ કરી ડેન્ટલ ટેકનીશ્યન તરીકે હંગામી નોકરી મેળવવા મામલે ઝડપાયેલ શખ્સ જેલહવાલે થયો છે. ત્યારે તેને રૂ ૮૦ હજાર માં આ સર્ટી બનાવી આપનાર રાજકોટ ના ડેંટીસ્ટને પોલીસે ઝડપી લઇ ૩ દિવસ ના રિમાન્ડ પર લીધો છે. રિમાન્ડ દરમ્યાન સૌરાષ્ટ્રભર માં બોગસ ડોક્યુમેન્ટથી નોકરી નું કૌભાંડ ખુલે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
પોરબંદર ની સરકારી ભાવસિંહજી હોસ્પીટલ ના ડી.ઈ.આઈ.સી. (ડ્રીસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેશન સેન્ટર) વિભાગમાં ૨૦૨૪ની શરુઆત માં ડેન્ટલ ટેકનિશિયન સહિતની જગ્યાઓ ખાલી પડી હોવાથી ૧૧ માસના કરાર અધારિત હંગામી ધોરણે ભરતી માં એક માત્ર દેવ કંદર્પભાઈ વૈદ્યની અરજી આવતા તેને નિમણુક અપાઈ હતી. આ પછી તા.૨૪/૭ ના રોજ આર ટી આઈ એક્ટીવીસ્ટ રમેશભાઈ માલદેભાઈ ઓડેદરા એ ડેન્ટલ ટેકનીશીયન દેવના ડોક્યુમેન્ટ ખોટા હોવા અંગેની ફરીયાદ કરી હતી આથી તપાસ થતા દેવે રજુ કરેલ દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પીટલ લોયરા-ઉદયપુર નું કોલેજના ડો.વીવેક શર્મા વાઈસ પ્રિન્સીપાલની સહી તથા કોલેજના સીકકા સાથેનું ડેન્ટલ ટેકનીશીયનના કોર્ષનું સર્ટીફીકેટ ખોટું હોવાનું સામે આવ્યું હતું અને દર્શન કોલેજમાં ડેન્ટલ ટેકનીશીયનનો કોઇ કોર્ષ જ કરાવવામાં આવતો ન હોવાનું સામે આવ્યું હતું.
આથી દેવ ને છૂટો કરાયો હતો તેના ૩ માસ બાદ ગત ૧૮ ડિસેમ્બરે સિવિલ ના આર એમ ઓ એ તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી ૪ દિવસ ના રિમાન્ડ પર લીધો હતો જે રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયો હતો રિમાન્ડ દરમ્યાન દેવે એવું જણાવ્યું હતું કે રાજકોટ ના એસ્ટ્રોન ચોક માં આવેલ હરસિદ્ધિ ડેન્ટલ કલીનીક ધરાવતા ડો મિલાપ એચ કારિયા એ તેને રૂ ૮૦ હજાર માં આ બોગસ સર્ટી બનાવી આપ્યું હતું આથી પોલીસે ડો મિલાપ ની ધરપકડ કરી ૧૪ દિવસ ના રિમાન્ડ ની માંગ સાથે કોર્ટ માં રજુ કરતા કોર્ટે તેના ૩ દિવસ ના રિમાંડ મંજુર કર્યા છે ડો મીલાપે માત્ર દેવ જ નહી પરંતુ સૌરાષ્ટ્રભર માં અનેક લોકો ના વિવિધ પ્રકાર ના બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે આથી બોગસ ડોકયુમેન્ટથી નોકરી મેળવવાનું સૌરાષ્ટ્રવ્યાપી કૌભાંડ ખુલે તેવી આશા પણ પોલીસ વ્યક્ત કરી રહી છે
તબીબ ૨૦૧૩ માં પોરબંદર સિવિલ માં જ ફરજ બજાવતા હતા
દેવે પોલીસ ને એવું જણાવ્યું હતું કે તેની માતા સિવિલ હોસ્પિટલ માં જુનીયર ક્લાર્ક તરીકે નોકરી કરે છે. અને ડો મિલાપ પણ ૨૦૧૩માં આ હોસ્પિટલ માં જ ફરજ બજાવતા હતા આથી તેની માતા સાથે સંપર્ક માં આવ્યા હતા અને ત્યારથી ઓળખાણ અને એક બીજા ના ઘરે આવવા જવાના સબંધો હોવાનું જણાવ્યું છે.
ઉદયપુર ની હોસ્પિટલ નો ટ્રસ્ટી હોવાનું પણ જણાવ્યું હતું
દેવ ના માતાપિતાને ડો મીલાપે રાજસ્થાન માં વિજ્યશાંતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દર્શન ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ છે જેનો પોતે ટ્રસ્ટી છે અને આ રીતે ઘણા લોકો ને તેણે કોર્ષ કરાવ્યો છે અને તેઓ રાજકોટ,જામનગર,માં સરકારી અને ખાનગી હોસ્પિટલો માં આ કોર્ષ ના આધારે નોકરી કરતા હોવાનું પણ જણાવ્યું હતું આથી તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
રાજકીય વગ ધરાવે છે તબીબ
તબીબ રાજકીય વગ ધરાવતા હોવાનું જાણવા મળે છે અને પોરબંદર માં પણ કેટલાક રાજકીય અગ્રણીઓ ના સંપર્ક માં હોવાનું જાણવા મળે છે. અને તેના મારફત ભલામણ ના પ્રયાસ થયા હોવાનું પણ સમગ્ર પંથક માં ચર્ચાઈ રહ્યું છે પરંતુ અગ્રણીઓ નું કઈ ઉપજ્યું ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.