પોરબંદર ના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટમંત્રીના પુત્ર અંગે ફેક આઈડી મારફત ખોટા આક્ષેપ કરવા અંગે અજાણ્યા સખ્શ સામે સાઇબર ક્રાઇમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના વાડીપ્લોટ-૫ ખાતે આકાશ બંગલામાં રહેતા પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઈ બોખીરીયાના પુત્ર ડો. આકાશ બી. રાજશાખા એ સાઇબર ક્રાઈમ પોલીસમથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ કરે છે અને ઉત્તરપ્રદેશમાં વર્ષ ૨૦૨૪માં ઇન્વેસ્ટ-યુ.પી.ના માધ્યમથી મોટો જી.પી. રેસ ઓર્ગેનાઇઝ થવાની હોવાથી તેનું ટેન્ડર બહાર પડયુ હતુ અને આ ટેન્ડર ડો. આકાશ એપ્લાય કરવા માંગતા હોવાથી તા. ૧૬ ડિસેમ્બરે બપોરે વિઝક્રાફટ એન્ટરટેઇનમેન્ટ એજન્સી પ્રાઇવેટ લીમીટેડ તથા મેગ્ને મોટો સ્પોર્ટ પ્રાઇવેટ લીમીટેડ એમ બે કંપનીઓએ ભેગા મળીને જોઇન્ટ વેન્ચર પાર્ટનર તરીકે ટેન્ડર સબમીટ કર્યુ હતુ ત્યાર બાદ સાંજના પાંચેક વાગ્યે અજાણી ઇ-મેઇલ આઇ.ડી. અમીત સેન્ડીંલ જીમેલ.કોમ પરથી રેસ ના આયોજક ઇન્વેસ્ટ યુપી ના ઈમેલ આઈડી એડવાન્ટેજ યુ.પી. પર ઇમેઇલ કરીને એવુ જણાવ્યુ હતુ કે ફેર સ્ટ્રીટ સ્પોર્ટસ પ્રાઇવેટ લીર્મીટેડના નોન એકઝીકયુટીવ ડિરેકટર તરીકે રેઝીગ્નેશન એકસેપ્ટેડ નથી તથા કંપની પર કેસ ચાલુ છે તે ધ્યાને લઇને ડો આકાશ નું રેઝીગ્નેશન એકસેપ્ટેડ નથી અને તેઓ મોટો જી.પી.ના કોઈ કામ ન કરી શકે તેવો ઇમેઇલ કરેલ હતો.
ફેક આઈ.ડી. બનાવનારે તથ્ય વગરનો ખોટો ઈ-મેઇલ ઇન્વેસ્ટ યુ.પી.ના ઓફિસીયલ આઈ.ડી. પર મોકલીને ડો. આકાશનું ટેન્ડર રદ થાય અને તેમના અને સરકાર વચ્ચે ગેરસમજ ઉભી થાય તેવુ કૃત્ય કર્યું છે હકીકત માં ડો. આકાશે ફેર સ્ટ્રીટ સ્પોર્ટસ પ્રાઇવેટ લીમીટેડ કંપની એસ.ઓ.પી. મુજબ ચાલતી ન હોવાથી તા. ૪-૭-૨૪ના શો કોઝ નોટીસ આપી હતી ત્યાર બાદ તેઓએ એ કંપનીના નોન એકઝીકયુટીવ ડિરેકટરના હોદ્દા પરથી તા. ૧૦-૧૨-૨૪ના રોજ રેઝીગ્નેશન આપી દીધું હતું અને એજ દિવસે રેઝીગ્નેશનનો સ્વીકાર થઇ ગયો હતો છતાં કોઈ અજાણ્યા શખ્સે ફેક આઈ.ડી. બનાવીને ટેન્ડર રદ કરાવવા અને ડો. આકાશ અને સરકાર વચ્ચે ગેરસમજ ઉભી કરાવીને મોટું આર્થિક નુકશાન થાય તેવુ કૃત્ય કર્યું હોવાથી સાઇબર ક્રાઇમ હેઠળ ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાવ ના પગલે અનેક ચર્ચાઓ જાગી છે.