Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

જેતપુરના કેમિકલયુકત પાણી પ્રશ્ને પોરબંદર ના ગ્રામ્ય વિસ્તાર માં પણ જાગૃતિ:ખેડૂતો દ્વારા ગામે ગામ થી વાંધા અરજીઓ કરવામાં આવી

પોરબંદર નજીક ના દરિયામાં જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુકત પાણી વહાવવાના પ્રોજેકટને રદ કરવા માટે ગામે ગામ થી ખેડૂતો દ્વારા જેતપુર એફલુઅન્ટ પ્રોજેકટના અધિકારીને વાંધા અરજીઓ મોકલવામાં આવી રહી છે.

પોરબંદરના દરિયામાં જેતપુરના સાડી ઉદ્યોગનું કેમીકલયુક્ત પાણી વહાવવા મામલે ગ્રામ્ય વિસ્તાર માં પણ જાગૃતિ આવી છે અને ગામે ગામ થી ખેડૂતો આ મુદ્દે વાંધા અરજીઓ જેતપુર એન્ફલુઅન્ટ પ્રોજેકટના સીનીયર મેનેજર અને સક્ષમ અધિકારીને મોકલીને વિરોધ નોંધાવી રહ્યા છે વાંધા અરજીઓ માં જણાવ્યું છે કે જમીન માં ૧ મીટર નીચેથી જેતપુરના શુધ્ધ કરેલ ગંદા પાણીની પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે જે બાબતે જમીન સંપાદન ગેઝેટ નોટીફિકેશનમાં તેઓની જમીન સંપાદનની કાર્યવાહી કરવી હોવાથી તે બાબતે લેખિતમાં વાંધા અરજી મંગાવવામાં આવી છે પરંતુ પ્રસિધ્ધ થયેલ ગેઝેટના નોટીફિકેશનની નકલો આજ સુધી મળી નથી કે ખાતેદાર ખેડૂતોને થતી નુકશાની તેમજ લાભની કોઈ વિગત જાણવા મળી નથી. જેથી આ પાઈપલાઈન નાખવાની કામગીરી તેઓના સર્વે નંબરમાં પાઈપલાઈન નાખવા માંગતા ન હોવાથી તેઓના ખેતરમાંથી પાઇપલાઇન નાખવા પરવાનગી આપતા નથી.તેવું જણાવી ખેડૂતો વિવિધ મુદ્દાસર વાંધા અરજીઓ મોકલી રહ્યા છે.

ખેડૂતો દ્વારા વાંધા અરજી

પોરબંદર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવેલી વાંધા અરજીમાં જણાવાયુ છે કે અમો ખાતેદાર ખેડૂત છીએ અને અમોની ખેતરની જગ્યામાંથી આપના વિભાગ દ્વારા ૧ મીટર નીચેથી જેતપુરના શુધ્ધ કરેલ ગંદા પાણીની પાઇપલાઇન નાખવાનું આયોજન આપના દ્વારા કરવામાં આવી રહ્યુ છે જે બાબતે આપના વિભાગ દ્વારા અમો આપના દ્વારા બહાર પાડેલ જમીન સંપાદન ગેઝેટ નોટીફિકેશનમાં અમો ખાતેદાર ખેડૂતના સર્વેમાં જમીન સંપાદનની કાર્યવાહી કરવી હોય જે બાબતે અમો પાસેથી લેખિતમાં કોઈ વાંધો મંગાવેલ હતા જે બાબતે અમો નીચે મુજબ આપને અમારા વાંધા જવાબ રજૂ કરીએ છીએ.

ગેઝેટ નોટીફિકેશનની નકલો મળી નથી

અમો ખેડૂતને આપના દ્વારા પ્રસિધ્ધ થયેલ ગેઝેટના નોટીફિકેશનની નકલો આજદિન સુધી નકલો મળેલ નથી કે આપના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ગેઝેટના નોટીફિકેશનમાં અમો ખાતેદાર ખેડૂતોને થતી નુકશાની તેમજ લાભની કોઈ વિગત જાણવા મળેલ નથી. જેથી આ પાઈપલાઈન નાખવાની કામગીરી અમોના સર્વે નંબરમાં પાઈપલાઈન નાખવા માંગતા ન હોય જેથી અમોના ખેતરમાંથી પાઇપલાઇન ના નાખવી અને અમો પરવાનગી આપતા નથી.આપના વિભાગ દ્વારા બહાર પાડેલ ગેઝેટમાં અમો ખેડૂતોના હિતનું ધ્યાન રાખેલ નથી કે અમોને થતા ફાયદા નુકશાનનો ખ્યાલ રજુ કરેલ નથી.

તમે ફકત પાઇપ ફીટીંગ કરશો પણ પછીની જવાબદારી કોની?

અમોને આર.ટી.આઈ.ના માધ્યમથી મળેલ કાગળો અને માહિતી મુજબ જેતપુરથી ચીકાસા નવી બંદર સુધીની પાઈપલાઈન નાખવા બાબતે આપ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિર્મીટેડનું કામ સરકાર દ્વારા નક્કી થયેલ મુજબ ફકત ઇમ્પલીમેશન એજન્સી તરીકે જ કાર્યવાહી કરવાની રહે છે. એટલે કે આપના વિભાગ દ્વારા ફકત પાઇપલાઈન ફીટીંગ કરવાનું કાર્ય કરવાનું રહે છે અને ત્યારબાદની પોસ્ટ રીસ્પોન્સીબીલીટી એટલે કે જેતપુરના ડાઇંગ ઉદ્યોગ કે અન્ય ફાર્મા કંપનીના ઝેરી પાણી પાઇપલાઇન શુધ્ધિકરણ કરી દરિયામાં નાખવા નિભાવવા માટેની જવાબદારી દ્વારા કોઈપણ વિભાગની રહેતી ના હોય એટલે કે આપનો વિભાગ ફકત પાઇપલાઇન ફીટ કરવાનું કાર્ય કરવાનું રહે છે. ત્યારબાદની પાઇપલાઇન ફીટ કર્યા બાદની કોઇપણ જવાબદારી આપના શિરે નથી જેમનો સીધો મતલબ થાય કે કોઇપણ સરકારી કચેરી અઘટીત બનાવની જવાબદારીમાં બંધાયેલી નથી કે રહેતી નથી જેથી અમોના ખેતરમાંથી પાઇપલાઇન ના નાખવી અને અમો પરવાનગી આપતા નથી.

પાઇપલાઇન લીક થઇ તો જવાબદારી કોની?

જેતપુરથી ચીકાસા નવીબંદર સુધીની પાઇપલાઇન નાખવા બાબતે આપ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડનું ૧૨૦ કિ.મી.ની પાઈપલાઈનમાં જો તે કેમિકલયુકત પાણીની લાઈનમાં ડેમેજ થયુ અથવા તો લાઇન લીક થઇ તો કેટલા સમયમાં કરી દેશે તેમની જવાબદારી કઇ સંસ્થા દ્વારા લેવામાં આવશે તેમની જાણકારી આપના દ્વારા ગેઝેટમાં પ્રસિધ્ધ કરેલ નથી કે અમોને જાણ કરેલ નથી.

ખેડૂતોને નુકશાનીનું કેટલુ વળતર ચુકવશો?

જેતપુરથી ચીકાસા નવીબંદર સુધીની પાઇપલાઇન નાખવા બાબતે આપ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડનું ૧૨૦ કિ.મી.ની પાઇપલાઇનમાં લીક થતા કેટલા સમયમાં પાઇપલાઇનનું રીપેરીંગ થશે, જમીન કેમિકલાવળા પાણીમાં ધોવાણ થશે તો તેમની જવાબદારી કોની રહેશે? જો નુકશાન થયું તો ખેડૂતને કેટલુ વળતર ચૂકવવામાં આવશે અને વળતર કોણ ચુકવશે? કેટલું ચુકવશે, ક્યારે ચુકવશે, કેટલા સમયમાં ચુકવશે? તેની સ્પષ્ટતા આપના વિભાગ કે સરકાર દ્વારા અમોને વિશ્વાસમાં લીધેલ ના હોય કે કોઇ સ્પષ્ટતા ના કરવામાં આવી હોય જેથી આ પાઇપલાઇનની કામગીરીની અમો પરવાનગી આપતા નથી.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નોટીસનો પણ થાય છે ઉલાળીયો

જેતપુર ડાઇંગ એસોસીએશનના કારખાનેદારોને અનેક વખત જી.પી.સી.બી. દ્વારા કલોઝર નોટીસ આપેલ છે. છતાં સુધરતા ન હોય અને અંતમાં જેતપુર ડાઇંગ એસોસીએશનના કારખાનેદારો દ્વારા સમગ્ર તેમના આસપાસના વિસ્તારની જમીન તેમજ નદીઓને પ્રદૂષિત કરી દીધા હોય અને ત્યાંની હાલત જેવી અમોના વિસ્તારની હાલત થવા માંગતા ના હોય જેથી આ પાઇપલાઇન નાખવાની કામગીરીની અમો પરવાનગી આપતા નથી તેમજ પ્રોજેકટ બંધ થવો જોઇએ. કામગીરીની અમો પરવાનગી આપતા નથી તેમજ પ્રોજેકટ બંધ થવો જોઇએ.

દેખાડા માટે નાખવામાં આવેલ એસ.ઈ.પી.ટી. પ્લાન્ટ બંધ

જેતપુર ખાતે હાલ અમોને માહિતી મળેલ મુજબ ૪ એસ.ઈ.પી.ટી. પ્લાન્ટ નાખેલ છે જે સદંતર બંધ હાલતમાં છે અને ફકત હાઇકોર્ટના ફટકાર બાદ દેખાડો કરવા માટે નાખેલ હોય જેમનો ઉપયોગ કરતા નથી અને જો તેઓ દ્વારા પોતાની સ્થાનિક પ્રજાનું હિત ના જાળવી સકતા હોય તો ૧૨૦ કિ.મી. દૂર હિત જાળવી રાખશે તે બાબતે અમોને જેતપુર પાઇપલાઇન પ્રોજેકટ પર વિશ્વાસ નથી.

લોકસુનવણી વગર અપાય છે પરવાનગી

જેતપુર પાઈપલાઈન પ્રોજેકટ દરિયામાં ચિકાસા પાસેથી નાખવાની કામગીરી અંગેની પરવાનગી સ્થાનિકોને તેમજ અમોને જાણ બહાર આપી દીધી હોય નિયમ મુજબ જે તે વિસ્તારમાં કોઇપણ પ્રોજેકટ શરૂ કરવા માટે લોક સુનાવણી ફરજીયાત હોય તેમજ સામાન્ય જ્યારે કોઇપણ માઇન્સની પરવાનગી મેળવવા માટે જે તે જિલ્લાના કલેકટર દ્વારા સ્થળ તપાસીને ત્યાંની બધા જાતના નિયમો તપાસીને પરવાનગી આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ માઇનીંગ માટેની પરવાનગી દેવામાં આવે છે. તે પ્રકારની પરવાનગીની પ્રક્રિયા આટલા મોટા પોરબંદર જિલ્લાના તમામ નાગરિકોને અસર કરતા હોય ઉપરાંત દરિયાઈ જીવને ગંભીર રીતે નાશ થવાની પૂરી શકયતાઓ રહેલી હોય લોકસુનાવણી વગર પરવાનગી આપેલ હોય જેથી પ્રોજેકટ બંધ થવો જોઇએ.

લોકોના આરોગ્ય સાથે થશે ચેડા

સદરહુ પાઇપલાઇન નાખવામાં આવે તો ભવિષ્યમાં કોઈપણ કારણોસર લીકેજ થાય તો કંપનીનું ઝેરી, ગંદુ, પ્રદૂષિત કેમીકલ જમીનમાં ભળવાની પૂરતી સંભાવના છે. જેના કારણે જમીન ઉપર ઉભેલ પાકમાં પણ ઝેરી પ્રદૂષિત થવાની સંભાવના હોય તે ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવનાર હોય લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થવાની પૂરેપૂરી સંભાવના છે.

ખેતીને થશે માઠી અસર

સદરહુ ઉદ્યોગોના પ્રોસેસ કરાયેલ પ્રવાહીના નિકાલ માટેની પાઇપલાઇનનું સરેખણ ખુબજ મોટુ છે જે ગામ તેમજ ખેડૂતોને કિંમતી ખેતીની જમીનને નુકશાન કરે એમ છે. જેના કારણે ભવિષ્યમાં ખેડૂતોને માત્રને માત્ર ખેતીની આવક અને ખેતી પર જ નિર્ભર રહેતા હોઈ, તેમજ અમો અરજદારના વિસ્તારમાં માત્ર એક જ શિયાળુ મોસમ થતી હોય જો અમો અરજદારની ખેતીની જમીનમાંથી પ્રવાહીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવામાં આવે તો અમારુ જનજીવન ખોરવાય જશે તેમજ અમોને ખેતી વ્યવસાય પણ બંધ થઈ જવાની પૂરેપુરી સંભાવના છે. જેથી પ્રોસેસ કરાયેલ પ્રવાહીની પાઇપલાઇન લગાવવામાં અમોના ખેતરમાંથી પાઇપલાઇન ના નાખવી અને અમો પરવાનગી આપતા નથી તેમજ પ્રોજેકટ બંધ થવો જોઇએ. આમ, મહત્વના મુદાઓ સાથે પોરબંદર જિલ્લાના ખાતેદાર ખેડૂતો આ પ્રોજેકટનો લેખિતમાં વિરોધ દર્શાવી રહ્યા છે અને પ્રોજેકટને રદ કરાવીને જ જંપશે તેવો રણટંકાર કરી રહ્યા છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે