પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે ૨૧ મહિના પહેલા મુક્ત કરવાનો આદેશ આપ્યો હોવા છતાં ભારતના ૧૮૧ માછીમારો ને મુક્ત કરવામાં આવતા ન હોવાનું પાકિસ્તાન જેલ માં બંધ કેદી એ પત્ર લખી વ્યથા વ્યક્ત કરી વહેલીતકે મુક્તિ ની માંગ કરી છે.
પોરબંદર ના માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારી એ આપેલ માહિતી મુજબ પાકિસ્તાન જેલ માં વર્ષો થી કેદ ખલાસી એ પત્ર લખી જણાવ્યું છે કે દીવ,ગુજરાત,મહારાષ્ટ્ર ,ઉત્તરપ્રદેશ,પશ્ચિમ બંગાળ,તથા તમિલનાડુ ના માછીમારો મળી કુલ ૧૮૧ માછીમારો રીલીઝ માટે તૈયાર છે. ૨૧ મહિના પહેલા પાકિસ્તાન ની સુપ્રીમ કોર્ટે સજા માંથી મુક્ત કર્યા હતા ૧૫ મહિના પહેલા સુપ્રીમ કોર્ટે માછીમારો ને રીલીઝ કરવા આદેશ આપ્યો હતો , એપ્રિલ-૨૦૨૪ માં બીજી વખત રીલીઝ આદેશ આપ્યો હતો છતાં આખા વર્ષ માં એક પણ માછીમાર ને છોડવામાં આવ્યા નથી.
જેલ માંથી નીકળવાની ચિંતા અને પરિવાર ને મળવાની વ્યથા માં કેટલાક માનસિક સમતુલન ખોઈ બેઠા છે. શારીરિક નબળાઈઓ જેવી કે શ્વાસ ની તકલીફ,પ્રેશર ની બીમારી,હ્રદય ની નબળાઈ નો સામનો કરી રહ્યા છે. કેટલાક હ્રદય હુમલા થી અને શ્વાસ ની તકલીફ થી મૃત્યુ પામ્યા છે. બધા માછીમારો તણાવ થી પીડાઈ રહ્યા છે. અને બધા આત્મવિશ્વાસ ખોઈ બેઠા છે .જેલ માં કેદ માછીમારો આશા કરે છે કે આવી દુર્દશા માંથી બહાર કાઢવા જલ્દી થી કોઈ સામે આવશે આપણી માતૃભુમી અને જન્મભૂમી ને આ વર્ષ માં જોઈ શકીએ-જય હિન્દ જય ભારત લી. ભારતીય માછીમારો.
આ પત્ર મનીષભાઈ સુધી પહોંચાડવા ખલાસી એ જણાવ્યું હતું. આથી પત્ર મળતા જ મનીષભાઈ એ આ માછીમારો ને વહેલીતકે મુક્ત કરવામાં આવે તેવી માગ કરી છે. અને ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી છે. મનીષભાઈ એ જણાવ્યું હતું કે ૨૧૧ ભારતીય માછીમારો કે જેમાં મોટા ભાગ ના ગુજરાત ના છે. તે હાલ પાકિસ્તાન ની વિવિધ જેલ માં બંધ છે. આથી તેના પરિવારજનો મુશ્કેલી માં મુકાયા છે. સરકારે વહેલીતકે આ ખલાસીઓ વતન પરત ફરે તે માટે કાર્યવાહી કરવી જોઈએ.